તેહરાન (ઈરાન): હદીસ નજફી એક યુવાન ઈરાની (Iran Anti Hijab Protest) છોકરી હતી. મહસા અમીનીના મૃત્યુ સામે ચાલી રહેલા વિરોધ (hadis najafi protest against hijab) દરમિયાન તેણીના વાળ બાંધવાનો વિડિયો વાયરલ થયો હતો, જેને ઈરાની પોલીસ કર્મચારીઓએ કથિત રીતે ગોળી મારી દીધી હતી. હવે હદીસ નજફીના અંતિમ સંસ્કારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો તેની કબર પર તસવીર મૂકીને રડતા જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હદીસ પર છ ગોળીઓ ચલાવવામાં આવી હતી. તેના પેટ, ગરદન, હૃદય અને હાથ પર ગોળીઓ વાગી હતી.
હદીસ નજફી કોણ છે:મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને 21 સપ્ટેમ્બરે ગોળી મારી દેવામાં આવી હતી. સુરક્ષા દળોએ તેને ગોળી માર્યા બાદ તેને ઘેમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. હદીસની બહેને કહ્યું કે, તે માત્ર 20 વર્ષની હતી. મહસા અમીનીના અવસાન બાદ તેમનું હૃદય તૂટી ગયું હતું. તેણીએ કહ્યું કે, તે ચૂપ રહી શકતી નથી. તેઓએ તેને છ ગોળીઓ મારી. પત્રકાર અને મહિલા અધિકાર કાર્યકર્તા મસીહ અલીનેજાદે 25 સપ્ટેમ્બરે હદીસના મૃત્યુની પુષ્ટિ કરી હતી. તેણે હદીસનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે પ્રદર્શમમાં ભાગ લેવા માટે તૈયાર થઈ રહી હતી.