અમદાવાદઃ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ પૂર્વ IAS એસ.કે લાંગા સામે પોલીસ તપાસ ચાલી રહી છે. લાંગાએ પોતાના વિરુદ્ધ થયેલ FIR રદ કરવાની માગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જોકે કોર્ટનું આકરું વલણ જોતા લાંગાએ પોતાની અરજી પરત ખેંચી લીધી હતી. ફરિયાદના 2 મહિના બાદ એસ.કે.લાંગાની પોલીસે ધરપકડ કરી લીધા બાદ રિમાન્ડની માંગ સાથે લાંગાને કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં ગાંધીનગર કોર્ટે એસ.કે.લાંગાના કોર્ટે 17 જુલાઈ સુધી રિમાન્ડ મંજુર કર્યા છે.
Gujarat High Court: પૂર્વ IAS એસ.કે લાંગાએ કોર્ટનું આકરું વલણ જોતા FIR રદ કરવાની અરજી પરત ખેંચી - PM Modi France Tour
પૂર્વ IAS એસ.કે લાંગાએ કોર્ટનું આકરું વલણ જોતા FIR રદ કરવાની અરજી પરત ખેંચી છે. લાંગાએ પોતાના વિરુદ્ધ થયેલ FIR રદ કરવાની માગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી હતી.ગુજરાત હાઇકોર્ટે એસ.કે લાંગાના 17 જુલાઈ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.
આબુથી ધરપકડઃ રાજસ્થાનના માઉન્ટ આબુથી ઝડપાઇ ગયેલા ગાંધીનગર પૂર્વ કલેકટર એસ કે લાંગાની ધરપકડ સત્તાવાર નોંધાઇ ગઇ છે. લાંગાને જમીન કૌભાંડ અને ભ્રષ્ટાચાર કેસમાં સાણસામાં લેવાયાં છે. એસ કે લાંગા પાંજરાપોળની જમીનનું એનએ કૌભાંડ અને અપ્રમાણસર મિલકતના કેસમાં સાણસામાં આવ્યાં છે ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા રિમાન્ડની તજવીજ કરવામાં આવી છે. એક લાખ જેટલા પેપર એસ કે લાંગા વિરુદ્ધમાં પુરાવા તરીકે પ્રાપ્ત થયા છે.
તપાસ ચાલુંઃ જે અંતર્ગત પોલીસે 1,00,000 થી વધુ પેપર તપાસમાં હાલમાં એસ કે લાંગાની બેનામી સંપત્તિની વિગતો પણ સામે આવી છે. જ્યારે એસ કે લાંગા સત્તાનો દૂરઉપયોગ કરીને ખોટા ખેડૂત બન્યા હોવાની વિગતો પણ પોલીસને પ્રાપ્ત થઈ છે. ધરપકડ બાદ આજે જ એસ કે લાંગાને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. વધુ તપાસ માટે રિમાન્ડની પણ માગણી કરાઈ હતી. પાંચ દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. એ પછી શુક્રવારે હાઈકોર્ટમાં એની વધુ સનાવણી કરવામાં આવી હતી. જોકે, આ કેસમાં વધુ કોઈ મોટા ખુલાસા થઈ શકે છે.