સાન ફ્રાન્સિસ્કોઃ ગૂગલ અત્યારે અનેક પ્લેટફોર્મ પર ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે સક્રિય રહે તે માટે નાણાં ચૂકવી રહ્યું છે. કંપનીના સીઈઓ સુંદર પિચાઈએ આ વાત પર ભાર મુકતા જણાવ્યું કે ઈન્ટરનેટના સમગ્ર સેક્ટર માટે ગૂગલ સારી પ્રોડક્ટ બનાવે છે. યુએસ વિરુદ્ધ ગૂગલ એન્ટિટ્રસ્ટ ટ્રાયલમાં સીઈઓએ આ વાત જણાવી છે. સુંદર પીચાઈએ કોમર્શિયલ એક્ટિવિટિઝનો બચાવ કર્યો હતો. જેમાં ગૂગલને સર્ચ એન્જિન બનાવવા માટે એપલ અને અન્ય ભાગીદારો સાથે તેમણે કરેલા સોદાનો પણ સમાવેશ થાય છે.
ધી વર્જનો રિપોર્ટઃ રિપોર્ટ અનુસાર સોમવારે મોડી રાત્રે અમેરિકન જ્યુડિશરી તરફથી થયેલ સુનાવણી દરમિયાન ગૂગલ સીઈઓએ ગૂગલ સર્ચ, એન્ડ્રોઈડ અને ક્રોમને માત્ર સારી પ્રોડક્ટ જ નહીં પરંતુ સમગ્ર ઈન્ટરનેટ સેક્ટરમાં બ્રાઉન્ઝિંગ માટે સારી પ્રોડક્ટ ગણાવી હતી. પિચાઈએ કહ્યું કે ઈન્ટરનેટ યૂઝર 30 ડોલરથી પણ ઓછા ખર્ચે સ્માર્ટફોન બનાવવા માટે એન્ડ્રોઈડનો ઉપયોગ કરે છે. જેનાથી કરોડો યૂઝર ઈન્ટરનેટ સાથે સંકળાય છે. ગૂગલે અનેક બ્રાઉઝર્સ, ફોન અને પ્લેટફોર્મમાં ડિફોલ્ટ સર્ચ એન્જિન બની રહે તે માટે 2021માં લગભગ 26.3 બિલિયન ડૉલર્સનો ખર્ચો કર્યો હતો.
ગૂગલ સર્ચ ચિફની પુછપરછઃ આ આંકડા ગયા અઠવાડિયે અમેરિકન જ્યુડિશરી દ્વારા ગૂગલ સર્ચ ચિફ પ્રભાકર રાઘવનની કરવામાં આવેલી પુછપરછમાં સામે આવ્યા હતા. પિચાઈના નિવેદન પહેલા ગૂગલના વકીલ જોન શ્મિટલિને ભારતમાં સુંદર પિચાઈએ કેવી રીતે નામના મેળવી તેમજ વિશ્વની મોટી કંપનીઓમાંની એક કંપનીનું સંચાલન કરવા સુધી કેવી રીતે પહોંચ્યા તેનું વર્ણન કર્યુ હતું. પિચાઈ 2004માં ગૂગલમાં જોડાયા હતા. વકીલે જણાવ્યું કે પિચાઈ શા માટે ગૂગલમાં વિશ્વાસ કરે છે.
એપલ સાથેનો સોદોઃ સુંદર પિચાઈએ જણાવ્યું કે મેં ક્ષમતા જોઈ. મને પહેલીવાર અનુભવાયું કે ઈન્ટરનેટ મોટાભાગની માનવતાને સ્પર્શે છે. આ મારા માટે એક લાઈફ ટાઈમ ઓપર્ચ્યુનિટી હતી. જ્યારે વકીલે એપલ સાથેના સોદા વિશે પુછ્યું તો પિચાઈએ જણાવ્યું કે અમે લોન્ગ ટાઈમનું પ્લાનિંગ કરી રહ્યા હતા. અમારે ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે બની રહેવા માટે એક સુસંગત અને સુરક્ષિત પ્રયાસ કરવો હતો.
- Google New Tools : ગૂગલે મેપ્સ, સર્ચ, ક્રોમ માટે નવું એક્સેસિબિલિટી ટૂલ લોન્ચ કર્યું
- Google Doodle on Chandrayaan 3 : Google પણ ભારતની સફળતાનું ચાહક બન્યું, આ રીતે કરી ચંદ્રયાન 3 ની સફળતાની ઉજવણી...