નવી દિલ્હી ચીનનું એક ઉચ્ચ તકનીક સંશોધન જહાજ મંગળવારે શ્રીલંકાના દક્ષિણ બંદર હમ્બનટોટા પહોંચ્યું હતું. થોડા દિવસો પહેલા કોલંબોએ બેઇજિંગને વિનંતી કરી હતી કે, ભારતની ચિંતાઓને ( India China Relations ) ધ્યાનમાં રાખીને આ જહાજનું બંદર પર આવવાનું મુલતવી રાખ્યું છે. ચીનની બેલેસ્ટિક મિસાઈલ અને સેટેલાઇટ સર્વેલન્સ જહાજ યુઆન વાંગ 5 સ્થાનિક સમય મુજબ સવારે 8.20 કલાકે દક્ષિણ બંદર હમ્બનટોટા પર પહોંચી ગયું હતું. આ જહાજ અહીં 22 ઓગસ્ટ સુધી રહેશે. (indian objections on yuan wang 5)
ભારત માટે સુરક્ષાની ચિંતાઆ જહાજ એક સંશોધન જહાજ છે જે સમુદ્રના તળને મેપિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. જે ચીની નેવીના એન્ટી સબમરીન ઓપરેશન માટે મહત્વપૂર્ણ છે. આ જહાજ હિંદ મહાસાગર ક્ષેત્રના ઉત્તર પશ્ચિમ ભાગમાં ઉપગ્રહ સંશોધન કરી શકે છે, જે ભારત માટે સુરક્ષાની ચિંતા પેદા કરી શકે છે. કોલંબોથી લગભગ 250 કિમી દૂર સ્થિત હમ્બનટોટા બંદર, ઉચ્ચ વ્યાજની ચીની લોન સાથે બનાવવામાં આવ્યું હતું. શ્રીલંકાની સરકારે ચીન પાસેથી લીધેલું દેવું ચૂકવવા માટે સંઘર્ષ કર્યા બાદ આ બંદર 99 વર્ષની લીઝ પર ચીનને સોંપવામાં આવ્યું હતું. (sri lanka betrayed india)
આ પણ વાંચો :તાઈવાનના ચીફ મિસાઈલ પ્રોડક્શન ઓફિસરના મોતનો મામલો શું છે
ભારત ચિંતિત છે કે ચીન જાસૂસી કરી શકે છેભયથી ચિંતિત છે કે જહાજની ટ્રેકિંગ સિસ્ટમ્સ શ્રીલંકાના બંદરના માર્ગ પર ભારતીય પ્રતિષ્ઠાનોની જાસૂસી કરવાનો પ્રયાસ કરી શકે છે. ભારતે પરંપરાગત રીતે હિંદ મહાસાગરમાં ચીનના લશ્કરી જહાજો અંગે કડક વલણ અપનાવ્યું છે અને ભૂતકાળમાં શ્રીલંકા સાથેની આવી મુલાકાતોનો વિરોધ કર્યો છે. કોલંબોએ ચીનની પરમાણુ સંચાલિત સબમરીનને તેના એક બંદરમાં ડોક કરવાની મંજૂરી આપ્યા બાદ 2014માં ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોમાં તણાવ ( indo sri lanka relations) આવ્યો હતો.
શ્રીલંકાએ તેનું બંદર ચીનને લીઝ પર આપ્યું ભારતની ચિંતાઓ ખાસ કરીને હમ્બનટોટા બંદર પર કેન્દ્રિત છે. 2017 માં કોલંબોએ દક્ષિણ બંદર ચાઇના મર્ચન્ટ પોર્ટ હોલ્ડિંગ્સને 99 વર્ષ માટે લીઝ પર આપ્યું હતું. કારણ કે શ્રીલંકાએ ચીન પાસેથી લીધેલું દેવું ચૂકવવામાં અસમર્થતા દર્શાવી હતી. (china ditches sri lanka)
આ પણ વાંચો :પેલોસીની મુલાકાત તાઈવાન માટે હાનિકારક, ચીને કર્યા વેપાર પ્રતિબંધો શરૂ
સ્પેસ અને સેટેલાઇટ ટ્રેકિંગમાં નિપુણતા ચીનનું જાસૂસી જહાજ યુઆન વાંગ 5 સ્પેસ અને સેટેલાઇટ ટ્રેકિંગમાં નિપુણતા ધરાવે છે. ચાઇના યુઆન વાંગ વર્ગના જહાજ દ્વારા ઉપગ્રહો, રોકેટ અને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ્સ (ICBMs) ના પ્રક્ષેપણ પર નજર રાખે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના રિપોર્ટ અનુસાર, આ જહાજ PLAના સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સ (SSF) દ્વારા સંચાલિત છે. SSF એ થિયેટર કમાન્ડ લેવલની સંસ્થા છે. તે PLA ને અવકાશ, સાયબર, ઈલેક્ટ્રોનિક, માહિતી, સંચાર અને મનોવૈજ્ઞાનિક યુદ્ધ મિશનમાં મદદ કરે છે.