ટોક્યોઃ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેને ગોળી મારી (Former Prime Minister Shinzo Abe has been shot) દેવામાં આવી હતી. ગોળી શિંજો આબેની છાતીમાં વાગી, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાલમાં, આબેનું સારવાર દરમિયાન મૃત્યું થયું છે. પોલીસે શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરી છે, તેની પૂછપરછ ચાલી રહી છે.
આબેનું સારવાર દરમિયાન નિધન :અધિકારીઓએ આ માહિતી આપી હતી (Shinzo Abe shot in Nara JapanShinzo Abe death news) કે, પૂર્વ વડાપ્રધાન આબેની હાલત નાજુક છે. ગંભીર રીતે ઘાયલ, આબેને હૉસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ તે સમયે તેઓ શ્વાસ લેતા ન હતા અને તેમને હૃદયના ધબકારા અટકી ગયાં હતા. જાપાનના ફાયર વિભાગનું કહેવું છે કે, પૂર્વ પીએમ શિંજો આબેને કાર્ડિયોપલ્મોનરી અરેસ્ટ (હાર્ટ એટેક)માં છે. તેમને મેડવેક દ્વારા પ્રીફેક્ચરમાં કાશીહારા શહેરની નારા મેડિકલ યુનિવર્સિટી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે. તેમને પાછળથી બંદૂક વડે ગોળી મારવામાં આવી હતી.
આ પણ વાંચો:Draupadi Murmu Gujarat Visit : NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ કરશે ગુજરાત પ્રવાસ
પીએમ મોદીએ ખેદ વ્યક્ત કર્યોઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના પૂર્વ વડાપ્રધાન પર થયેલા હુમલા અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું, 'મારા પ્રિય મિત્ર શિંજો આબે પર થયેલા હુમલાથી હું ખૂબ જ દુઃખી છું. અમારી સંવેદના અને પ્રાર્થના તેમની સાથે, તેમના પરિવાર અને જાપાનના લોકો સાથે છે.
જાપાનના પીએમએ કહ્યું કે તે સહન કરી શકાય નહીં:જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે, તે અસંસ્કારી અને દૂષિત છે. તે સહન કરી શકાતું નથી. અમે અમારાથી બનતું બધું કરીશું... આ સમયે, ડૉક્ટર શિંજો અબેને બચાવવા માટે શક્ય બધું કરી રહ્યા છે.
અમેરિકાએ શોક વ્યક્ત કર્યોઃ વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે વિરુદ્ધ હિંસક હુમલા વિશે સાંભળીને અમે આઘાત અને દુઃખી છીએ. અમે રિપોર્ટ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમારા વિચારો તેમના પરિવાર અને જાપાનના લોકો સાથે છે.
એક શકમંદની ધરપકડ: મુખ્ય કેબિનેટ પ્રધાન હિરોકાઝુ માત્સુનોએ પત્રકારોને જણાવ્યું હતું કે, પોલીસે નારામાં ઘટનાસ્થળેથી એક શકમંદની ધરપકડ કરી છે. પોલીસે હત્યાના પ્રયાસના આરોપમાં નારા શહેરમાં 41 વર્ષીય યામાગામી તેત્સુયાની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે, તેઓએ શંકાસ્પદ જે જગ્યાએથી એક બંદૂક જપ્ત કરી હતી. 41 વર્ષીય યામાગામી તેત્સુયા, મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સનો ભૂતપૂર્વ સભ્ય છે.
ઘટનાનો ફૂટેજ પ્રસારિત: "આવું અસંસ્કારી કૃત્ય સંપૂર્ણપણે અક્ષમ્ય છે, કારણ ગમે તે હોય, અને અમે તેની સખત નિંદા કરીએ છીએ," માત્સુનોએ કહ્યું. રાજ્ય પ્રસારણકર્તા NHK એ ઘટનાનું એક ફૂટેજ પ્રસારિત કર્યું, જેમાં 67 વર્ષીય આબેને રસ્તા પર પડતા જોઈ શકાય છે અને ઘણા સુરક્ષાકર્મીઓ તેમની તરફ દોડતા જોઈ શકાય છે. જ્યારે તેમણે પશ્ચિમ નારામાં મુખ્ય ટ્રેન સ્ટેશનની બહાર ભાષણ આપવાનું શરૂ કર્યું ત્યારે થોડી જ મિનિટો આબેને ગોળી મારી દેવામાં આવી હતી.
કિશિદા અને આબે એક જ રાજકીય પક્ષના:વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા ઉત્તર જાપાનમાં યામાગાતામાં તેમના ચૂંટણી પ્રચાર સ્થળથી હેલિકોપ્ટરમાં ટોક્યો પાછા ફર્યા. કિશિદા અને આબે એક જ રાજકીય પક્ષના છે. માત્સુનોએ જણાવ્યું કે, તમામ કેબિનેટ પ્રધાનો પોતાનું અભિયાન બંધ કરીને ટોક્યો પરત ફરી રહ્યા છે. અન્ય ફૂટેજમાં ચૂંટણી પ્રચાર અધિકારીઓ તેમના લોકપ્રિય નેતાની આસપાસ ભેગા થતા જોઈ શકાય છે.
બંદૂક નિયંત્રણના કડક કાયદા: આબે હજુ પણ શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં પ્રભાવશાળી નેતા છે અને તેના સૌથી મોટા જૂથ સેવાકાઈનું નેતૃત્વ કરે છે. જાપાનની સંસદના ઉપલા ગૃહ માટે રવિવારે મતદાન થવાનું છે. જ્યારે લોકોએ ગોળીબાર સાંભળ્યો ત્યારે આબે ભાષણ આપી રહ્યા હતા. ગોળી વાગ્યા બાદ તે જમીન પર પડી ગયો અને તેણે તેની છાતી પર હાથ રાખ્યો, તેનો શર્ટ લોહીથી લથપથ હતો. વિશ્વના સૌથી સુરક્ષિત દેશોમાંના એક ગણાતા જાપાનમાં થયેલો આ હુમલો ચોંકાવનારો છે. જાપાનમાં બંદૂક નિયંત્રણના કડક કાયદા છે.
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટ ઓલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક ઝુબેરની જામીન અરજી પર સુનાવણી કરવા થઇ સંમત
હોસ્પિટલમાં લઈ જતી વખતે શ્વાસ લેતા ન હતાઃજાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિંજો આબેને શુક્રવારે દેશના પશ્ચિમ ભાગમાં ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં ભાષણ દરમિયાન ગોળી વાગી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા આબેને હૉસ્પિટલમાં ઍરલિફ્ટ કરવામાં આવ્યા હતા પરંતુ તે સમયે તેઓ શ્વાસ લેતા ન હતા અને તેમને હૃદયના ધબકારા અટકી ગયાં હતા. સ્થાનિક ફાયર વિભાગના અધિકારી માકોટો મોરીમોટોએ જણાવ્યું હતું કે, ગોળી માર્યા બાદ આબેને હાર્ટ એટેક અથવા CPA થયો હતો.
આબે પર હુમલો નારા શહેરમાં થયો: મુખ્ય કેબિનેટ પ્રઘાન હિરોકાઝુ માત્સુનોએ પત્રકારોને જણાવ્યું હતું કે, પોલીસે નારામાં ઘટનાસ્થળેથી એક શકમંદની ધરપકડ કરી છે. રાજ્ય પ્રસારણકર્તા NHK એ ઘટનાનું એક ફૂટેજ પ્રસારિત કર્યું, જેમાં અબેને રસ્તા પર પડતા જોઈ શકાય છે અને ઘણા સુરક્ષાકર્મીઓ તેમની તરફ દોડી રહ્યા છે. જ્યારે આબે જમીન પર પડ્યા ત્યારે તેણે પોતાનો હાથ તેની છાતી પર રાખ્યો અને તેને લોહી વહી રહ્યું હતું. સ્થાનિક જાપાની મીડિયા અનુસાર, જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેને ગોળી મારનાર વ્યક્તિની ઓળખ 41 વર્ષીય યામાગામી તેત્સુયા તરીકે થઈ છે. પૂર્વ પીએમ શિંજો આબે પર હુમલો નારા શહેરમાં થયો હતો. ઘટના સમયે તેઓ ભાષણ આપી રહ્યા હતા. અચાનક આબે નીચે પડી ગયા, તેમના શરીરમાંથી લોહી પણ નીકળી રહ્યું હતું.
નાસભાગની સ્થિતિ: શિંજો આબેના અચાનક પડી જવાને કારણે ત્યાં હાજર લોકોને કંઈ સમજાયું નહીં. પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ ત્યાં ગોળીબાર જેવો અવાજ સાંભળ્યો હતો. હાલ માટે, એશકમંદની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, જાપાનમાં રવિવારે ઉપલા ગૃહની ચૂંટણી યોજાવાની છે. આ માટે શિંગે આબે ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા. હુમલા બાદના કેટલાક વીડિયો ફૂટેજ સામે આવ્યા છે. આમાં ત્યાં નાસભાગની સ્થિતિ જોવા મળી રહી છે. તેમજ જ્યારે ગોળી ચલાવવામાં આવે છે ત્યારે, વિડિયોમાં ધુમાડો પણ નીકળતો જોવા મળે છે.
પીએમ મોદી સાથે સારા સંબંધો: પૂર્વ વડાપ્રધાન શિંજો આબેએ ખરાબ તબિયતને કારણે વર્ષ 2020માં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ ઘણા સમયથી બીમાર હતા. શિંજો આબેનો જન્મ ટોક્યોમાં રાજકીય રીતે અગ્રણી પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર મૂળ યામાગુચી પ્રીફેક્ચરનો છે. શિંજો આબેના પીએમ નરેન્દ્ર મોદી સાથે સારા સંબંધો છે.