ઈસ્લામાબાદ :પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તોશખાના કેસમાં મોટો ઝટકો લાગ્યો છે. તોશાખાના કેસમાં પાકિસ્તાનની કોર્ટે ઈમરાનખાનને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટના આ નિર્ણય બાદ પોલીસે ઈમરાન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. ઈસ્લામાબાદની જિલ્લા કોર્ટે આ સજા સંભળાવી છે. કોર્ટના આ નિર્ણય બાદ પાકિસ્તાનમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે.
Imran Khan Toshakhana case : તોશાખાના કેસમાં ઈમરાન ખાનની ધરપકડ, કોર્ટે 3 વર્ષની સજા ફટકારી
તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને આજે સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે તોશાખાના કેસમાં ઈમરાન ખાનને ત્રણ વર્ષની જેલ અને એક લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આ મામલે તેમની અરજી ફગાવી દીધી હતી.
ઈમરાન ખાનને સજા : સત્તાવાર માહિતી અનુસાર ઈમરાન ખાનને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટના આ નિર્ણય બાદ હવે ઈમરાન ખાન પાંચ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. આ પહેલા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આ મામલે તેમની અરજી ફગાવી દીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનની પોલીસ ગમે ત્યારે તેઓની ધરપકડ કરી શકે છે.
શું હતો મામલો ?પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે ભ્રષ્ટાચારના કેસમાં ટ્રાયલ કાર્યવાહી સામે ઇમરાન ખાનની અરજીને ફગાવી દીધી હતી. જેમાં ભૂતપૂર્વ વડા પ્રધાન પર આરોપ છે કે, તેમણે રાજ્યના ભંડારમાંથી પોતાની પાસે રાખેલી ભેટોની વિગતો છુપાવી હતી. તેઓએ કેસ પાછો ખેંચી લીધો હતો. તોશાખાના કેસની અરજીને ફગાવી દેતા સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું કે, કેસને અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજી ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં ચાલી રહી છે. કોર્ટે આશા વ્યક્ત કરી કે ટ્રાયલ અને IHC કાયદા મુજબ નિર્ણય લેશે.