વોશિંગ્ટન યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) એ પરમાણુ હથિયારો સાથે સંબંધિત (FBI raids Trumps house) દસ્તાવેજો શોધવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડાના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા છે. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં આ વાતની જાણ કરવામાં (FBI raids search nuclear weapons) આવી છે. FBIની દેખરેખ રાખતા યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા આ અહેવાલની ન તો પુષ્ટિ કરવામાં આવી હતી કે ન તો તપાસ એજન્સી દ્વારા.
આ પણ વાંચોપૂર્વ રાષ્ટ્રપતિના વિઝા સમાપ્ત થતાં પહોંચ્યા બેંગકોક
રાજકીય કાવતરું સરકારી અધિકારીઓ ચિંતિત છે કે, ડોક્યુમેન્ટ્સ (search papers related nuclear weapons) ટ્રમ્પના ફ્લોરિડાના ઘરે ખોટા હાથમાં આવી શકે છે. ટ્રમ્પે આ દસ્તાવેજો નવી સરકારને સોંપ્યા નથી. નેશનલ આર્કાઇવ, જ્યાં આ દસ્તાવેજો રાખવામાં આવે છે. મહિનાઓથી તેમના અધિકારીઓ ટ્રમ્પ સાથે આ દસ્તાવેજો વિશે વાત કરી રહ્યા છે. ટ્રમ્પે FBI એજન્ટોના દરોડાને બદનામ કરવાનું કાવતરું અને રાજકીય કાવતરું ગણાવ્યું હતું.
આ પણ વાંચોસોરોપોડ્સ પર કરાયો અભ્યાસ પરિણામ જોઇ સૌ કોઇ ચોંક્યા
ખાનગી ક્લબ પર પણ દરોડા યુએસ મીડિયાએ અહેવાલ આપ્યો છે કે FBIની શોધ એ તપાસના સંદર્ભમાં છે કે શું ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડતી વખતે તેમની સાથે ગોપનીય દસ્તાવેજો પણ લીધા હતા. FBIએ સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પના ખાનગી ક્લબ પર પણ દરોડા પાડ્યા હતા.