નવી દિલ્હી: એલોન મસ્કએ મંગળવારે કહ્યું કે તેઓ નવો વ્યક્તિ શોધ્યા પછી ટ્વિટરના મુખ્ય કાર્યકારી અધિકારી(elon musk says i will resign as twitter ceo ) પદ છોડી દેશે. મસ્કે ટ્વીટર (twitter Elon Musk )પર લખ્યું છે કે હું પદ સંભાળી શકે તેવા મૂર્ખને જોઉં કે તરત જ હું સીઈઓ પદેથી રાજીનામું આપી દઈશ! તે પછી, હું ફક્ત સોફ્ટવેર અને સર્વર ટીમો ચલાવીશ. આ પહેલીવાર છે જ્યારે મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વડા તરીકે પદ છોડવાનો ઉલ્લેખ કર્યો છે. એલોન મસ્કે મતદાનના પરિણામો બાદ સીઈઓ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
રાજીનામું આપવું:વાસ્તવમાં, એલોન મસ્કે ટ્વિટર પર એક મતદાન દ્વારા પૂછ્યું હતું કે શું તેમણે ટ્વિટરના સીઈઓ પદ પરથી રાજીનામું આપવું જોઈએ. મસ્કે વચન આપ્યું હતું કે મતદાનનું જે પણ પરિણામ આવશે, તે તેનું પાલન કરશે. મસ્કના મતદાન પર 57.5 ટકા લોકોએ જવાબમાં હા પાડી. એટલે કે તેમણે રાજીનામું આપવું જોઈએ. જ્યારે 42.5% લોકોએ કહ્યું કે તેમણે રાજીનામું ન આપવું જોઈએ.