પેરિસ:વિશ્વના સૌથી વધુ મુલાકાત લેવાયેલા પર્યટન સ્થળોમાંના એક એફિલ ટાવરને બોમ્બની ધમકીને પગલે સાવચેતીના ભાગરૂપે ખાલી કરવામાં આવ્યું છે, એમ ફ્રેન્ચ પોલીસ સૂત્રએ જણાવ્યું હતું. પોલીસ આ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
ટાવરની ફરતે બેરિકેડ:સીએનએન અનુસાર બોમ્બ સ્ક્વોડની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે ટાવરની ફરતે બેરિકેડ લગાવી દીધા છે. એફિલ ટાવરના ત્રણ માળ ખાલી કરાવવામાં આવ્યા હતા. પ્રવાસીઓને ટાવરથી દૂર રહેવા માટે જણાવ્યું છે. બોમ્બને શોધવા અને નિષ્ક્રિય કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને મોકલવામાં આવી છે.
એફિલ ટાવરની સુરક્ષા વ્યવસ્થા: સ્થાનિક મીડિયાએ એક પ્રવક્તાના હવાલાથી જણાવ્યું કે બોમ્બની ધમકી 12 ઓગસ્ટના રોજ બપોરે 1:30 વાગ્યાની આસપાસ મળી હતી. ધમકી મળ્યા બાદ તરત જ ટાવરના ત્રણેય માળેથી અને નીચેના પ્લાઝામાંથી પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. એફિલ ટાવરની સુરક્ષા વ્યવસ્થા પર નજર કરીએ તો તેના સાઉથ પિલર પર પોલીસ સ્ટેશન છે. સામાન્ય રીતે અધિકારીઓ મુલાકાતીઓને પરિસરમાં પ્રવેશવા દેતા પહેલા તેમની વિડિયો સર્વેલન્સ અને સુરક્ષા તપાસ કરે છે.
એફિલ ટાવર વિશ્વના સૌથી વધુ મુલાકાત લેવાયેલ પર્યટન સ્થળોમાંનું એક છે. ગયા વર્ષે 6.2 મિલિયન પ્રવાસીઓ એફિલ ટાવર જોવા પેરિસ પહોંચ્યા હતા. ટાવરનું બાંધકામ જાન્યુઆરી 1887માં શરૂ થયું અને 31 માર્ચ, 1889ના રોજ સમાપ્ત થયું. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે.
(એજન્સી)
- Ul Haq Kakar: પાકિસ્તાનના વચગાળાના વડાપ્રધાન બન્યા ઉલ હક કાકર
- American singer Mary Milben supports PM Modi: અમેરિકન સિંગર મેરી મિલબેને મણિપુર મુદ્દે પીએમ મોદીનું સમર્થન કર્યું