વેલિંગ્ટનઃ ન્યુઝીલેન્ડમાં 7.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર, ન્યુઝીલેન્ડના કર્માડેક આઇલેન્ડમાં 7.1ની તીવ્રતાના આંચકા અનુભવાયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપ 10 કિમીની ઉંડાઈએ આવ્યો હતો. આટલા શક્તિશાળી ભૂકંપના કારણે થયેલા નુકસાનની હદ હજુ સુધી બહાર આવી નથી.
આ પણ વાંચો:Nepal PM's Twitter Account Hacked: નેપાળના PMનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ થયું હેક
7.1ની તીવ્રતાનો આંચકો: યુએસજીએસ અનુસાર ગુરુવારે સવારે ન્યુઝીલેન્ડના ઉત્તરમાં કર્માડેક ટાપુ વિસ્તારમાં 7.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. મળતી માહિતી મુજબ, ભૂકંપ સમુદ્રમાં આવ્યો છે, આવી સ્થિતિમાં ભૂસ્તરશાસ્ત્રીઓએ ભૂકંપના કેન્દ્રથી લગભગ 300 કિલોમીટરના ત્રિજ્યામાં સુનામીની સંભાવના વ્યક્ત કરી છે. અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીઓનું કહેવું છે કે, ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ હતો. ઇન્ટરનેશનલ સુનામી વોર્નિંગ સિસ્ટમ (TWS) અનુસાર ભૂકંપના થોડા સમય બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા કે ફિલિપાઈન્સમાં સુનામીનો કોઈ ખતરો નથી.
આ પણ વાંચો:US conveys strong objections: ડ્રોનની ઘટના બાદ રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો
રાહત બચાવ કામગીરી ચાલુ: 6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 50,000ને વટાવી ગયો છે. ધરાશાયી થયેલી ઈમારતોમાંથી હજુ પણ મૃતદેહો કાઢવામાં આવી રહ્યા છે. સીરિયા અને તુર્કીમાં રાહત બચાવ કામગીરી સતત ચાલી રહી છે. જોકે, હવે કાટમાળમાં કોઈના જીવિત હોવાની આશા ઓછી છે. તે જ સમયે, લાખો બેઘર લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તુર્કી અને સીરિયામાં 1 લાખ 60 હજારથી વધુ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે અથવા ગંભીર રીતે નુકસાન થયું છે અને લગભગ 5 લાખ એપાર્ટમેન્ટ ધ્વસ્ત થઈ ગયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પહેલાથી જ લગભગ 50 હજાર લોકોના મોતની સંભાવના વ્યક્ત કરી હતી, માત્ર તુર્કીમાં 44 હજાર લોકોના મોત થયા છે.