ન્યૂયોર્કઃ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 2016ની ચૂંટણી પ્રચાર દરમિયાન પોર્ન એક્ટ્રેસને કરવામાં આવેલી ગુપ્ત ચુકવણી અંગેની મુસીબતો ઓછી થતી જણાતી નથી. ડોનાલ્ડ ટ્રમ્પ ગયા અઠવાડિયે મેનહટનની ગ્રાન્ડ જ્યુરી દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા બાદ મંગળવારે મેનહટન કોર્ટમાં દલીલ માટે હાજર થશે. તેઓ ફોજદારી આરોપનો સામનો કરનાર પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ હશે. આ સાથે 2024માં ફરીથી વ્હાઇટ હાઉસ પહોંચવાનું તેમનું સપનું તૂટતું જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચોઃDonald Trump: પોર્ન સ્ટાર કેસમાં ટ્રમ્પ સામે થશે કાર્યવાહી
પોર્ન સ્ટારને મોં બંધ રાખવા ચૂકવ્યા પૈસાઃડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે ન્યૂયોર્કની ગ્રાન્ડ જ્યુરીએ તેમના પર આરોપ લગાવ્યો છે. તેમનો આરોપ છે કે, પૂર્વ રાષ્ટ્રપતિએ પોર્ન સ્ટારને મોં બંધ રાખવા માટે પૈસા ચૂકવ્યા હતા. આ મામલો 2016નો છે, જ્યારે પોર્ન સ્ટારને પૈસા આપવામાં આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે હવે આ મામલામાં કોર્ટનો સામનો કરવો પડશે. તેમના કાર્યાલયએ રવિવારે જણાવ્યું હતું કે, 76 વર્ષીય નેતા સોમવારે તેમના માર-એ-લાગો ઘરથી ન્યૂયોર્ક સિટી જવાની અપેક્ષા છે. કોર્ટની સુનાવણી પછી તે ફ્લોરિડામાં તેના રિસોર્ટ પર પાછા ફરવાની યોજના ધરાવે છે, જ્યાં તે મંગળવારે રાત્રે સમર્થકોને સંબોધશે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે, હું સોમવારે બપોરે 12 વાગ્યે માર-એ-લાગોથી નીકળીને ન્યૂયોર્કના ટ્રમ્પ ટાવર જઈશ. મંગળવારે સવારે હું કોર્ટમાં જાઉં છું, માનો કે ના માનો.
આ પણ વાંચોઃBhubaneswar International Flight: ભુવનેશ્વરથી શરૂ થઈ પહેલી ઈન્ટરનેશનલ ફ્લાઈટ સર્વિસ, જાણો દુબઈની પહેલી ફ્લાઈટ વિશે
વિરોધીઓ દ્વારા પ્રદર્શન થઈ થકેઃ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પર અભૂતપૂર્વ ગુનાહિત આરોપના પગલે શહેરમાં સમર્થકો અને વિરોધીઓ દ્વારા પ્રદર્શનની અપેક્ષા છે. જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ તૈયારીઓ કરી લીધી છે. ગુનાહિત આરોપોનો સામનો કરનાર ટ્રમ્પ પ્રથમ યુએસ પ્રમુખ છે. તેમને મંગળવારે રજૂ કરવામાં આવશે. કાર્યવાહી ટૂંકી થવાની અપેક્ષા છે. સુનાવણી દરમિયાન આરોપોને વાંચવામાં આવશે અને પ્રક્રિયા લગભગ 10-15 મિનિટ સુધી ચાલશે.