રબાત:મોરોક્કોમાં શુક્રવારે મોડી સાંજે ભયાનક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ ભૂકંપના કારણે જાન-માલનું મોટું નુકસાન થવાનો અંદાજ લગાવ્યો છે. મોરોક્કોમાં ભૂકંપની તીવ્રતા 6.8 માપવામાં આવી હતી. અલ જઝીરાના અહેવાલ મુજબ, આ ઘાતક ભૂકંપમાં મૃત્યુઆંક 2,000 ને પાર કરી ગયો છે અને 2,059 અન્ય લોકો ઘાયલ થયા છે, જ્યારે ઘણા લોકો બેઘર થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપમાં જાન-માલના નુકસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો. ટ્વિટર પર એક પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું, 'મોરોક્કોમાં ભૂકંપને કારણે જાનમાલના નુકસાનથી હું ખૂબ જ દુખી છું.
ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર: મળેલી માહિતી અનુસાર આ સંખ્યા હજુ વધી શકે છે. સત્તાવાળાઓએ શનિવારે દેશમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. મોરોક્કોના રાજા મોહમ્મદે સશસ્ત્ર દળોને વિશેષ શોધ અને બચાવ ટુકડીઓ અને સર્જીકલ ક્ષેત્રની હોસ્પિટલ તૈનાત કરવા નિર્દેશ આપ્યો હતો, એમ સેનાના એક નિવેદનમાં જણાવાયું હતું.
આ ઘાતક ભૂકંપમાં મૃત્યુઆંક 2,000 ને પાર
ભારે નુકસાન: અલ જઝીરાના અહેવાલ મુજબ શુક્રવારે મોડી રાત્રે મોરોક્કોના ઉચ્ચ એટલાસ પર્વતોને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મારકેશમાં ઐતિહાસિક ઈમારતોને નુકસાન થયું હતું, જે એપીસેન્ટરની સૌથી નજીક છે, પરંતુ મોટા ભાગનું નુકસાન અલ-હૌઝ અને તારોઉડન્ટ પ્રાંતોમાં દક્ષિણમાં પર્વતીય વિસ્તારોમાં નોંધાયું હતું. શોધ અને બચાવ કામગીરી માટે રસ્તાઓ સાફ કરવાના પ્રયાસો ચાલુ છે. ભૂકંપ 03:41:01 (UTC+05:30) પર 18.5 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતાના કારણે, દક્ષિણમાં સિદી ઇફ્નીથી ઉત્તરમાં રાબાત અને તેનાથી આગળ તિરાડો ફેલાઈ ગઈ છે.
અધિકારીઓએ ભૂકંપના કારણે જાન-માલનું મોટું નુકસાન થવાનો અંદાજ લગાવ્યો
- Morocco Earthquake: મોરક્કોમાં 6.8ની તીવ્રતાના ભૂકંપથી 296થી વધુના મોત
- North Korea News: સાઉથ કોરિયા અને અમેરિકાના સંયુક્ત યુદ્ધ અભ્યાસથી અકળાયેલા તાનાશાહ કિમ જોંગે બે બેલાસ્ટિક મિસાઈલ લોન્ચ કરી દીધી
મોરોક્કોમાં શુક્રવારે મોડી સાંજે ભયાનક ભૂકંપના આંચકા
બચાવ એજન્સી એલર્ટ: ભૂકંપનું કેન્દ્ર એક મુખ્ય આર્થિક હબ મારકેશથી 72 કિલોમીટર પશ્ચિમમાં હતું. અલ જઝીરાના રિપોર્ટ અનુસાર, ટર્કિશ ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ (એએફએડી) કહે છે કે તેણે મોરોક્કોથી તકલીફનો કોલ આવે તો મેડિકલ, રાહત અને શોધ અને બચાવ એજન્સીઓના 205 સભ્યોને એલર્ટ પર રાખ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રબાતમાં સત્તાવાળાઓની વિનંતીને પગલે મોરોક્કો પરિવહન કરવા માટે એક હજાર તંબુ ફાળવવામાં આવ્યા હતા.
(ANI)