અમદાવાદ: વાવાઝોડું મોચા બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠે પહોંચી ગયું છે. મ્યાનમારના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. એક શક્તિશાળી ચક્રવાત કેટેગરી-ફાઇવના વાવાઝોડાની સમકક્ષ તીવ્ર બન્યા બાદ બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠા પર ત્રાટક્યું છે.
5 લાખ લોકોનું સ્થળાંતર:વાવાઝોડું મોચાને પગલે 195 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આગાહીકારોએ ચેતવણી આપી હતી કે ચક્રવાત મોચા લગભગ બે દાયકામાં બાંગ્લાદેશમાં જોવા મળેલું સૌથી શક્તિશાળી તોફાન બની શકે છે અને લગભગ 5 લાખ લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે. જેઓ પહાડી શિબિરોમાં રહે છે તેમના માટે ગંભીર ખતરો છે.
NDRFની ટીમો તૈનાત: 'મોચા' ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ જવાની ચેતવણી આપ્યા બાદ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ પશ્ચિમ બંગાળના દિઘામાં 8 ટીમો અને 200 બચાવ કર્મચારીઓને તૈનાત કર્યા છે. NDRF અધિકારીઓએ કહ્યું હતું કે અમે 8 ટીમો તૈનાત કરી છે. NDRFની 200 બચાવ ટીમો જમીન પર તૈનાત છે અને 100 બચાવકર્તા તૈયાર છે. NDRF એ ચક્રવાતી વાવાઝોડા મોચાની તીવ્રતા વચ્ચે ઉત્તર 24-પરગણામાં બાંગ્લાદેશ સરહદ સાથે હિંગલગંજ, હસનાબાદ અને સંદેશખાલી વિસ્તારોમાં ચેતવણી કામગીરી પણ શરૂ કરી છે.
- Gujarat Weather: ગુજરાતમાં આગામી બે દિવસ પડશે કાળઝાળ ગરમી, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ
- Junagadh News : ટીટોડીના ઈંડા પરથી દેશી આગાહીકારોના અનુમાનો અને વરસાદ
દક્ષિણ 24 પરગણામાં એલર્ટ:દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાયા બાદ સર્જાયેલ ચક્રવાતી તોફાન "મોચા" આગળ વધતાં વધુ ગંભીર બની રહ્યું છે. ચક્રવાતી તોફાન રવિવાર બપોર સુધીમાં બાંગ્લાદેશના કોક્સ બજાર અને મ્યાનમારના ક્યૂકપ્યુ વચ્ચેથી પસાર થવાની સંભાવના છે. આ દરમિયાન તેની અસર પશ્ચિમ બંગાળના દરિયાઈ વિસ્તારોમાં જોવા મળી શકે છે. સાવચેતીના પગલા તરીકે, પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં બકખલી બીચ પર નાગરિક સંરક્ષણની ટીમો તૈનાત કરવામાં આવી છે.