ગુજરાત

gujarat

ETV Bharat / international

Cyclone Biparjoy Landfall Impact: પાકિસ્તાનના મહિલા પ્રધાને બિપરજોયને લઈને ટ્વીટ કરતા લોકોને ઉડાવી મજાક

પાકિસ્તાનના મહિલા પ્રધાન શેરી રહેમાને બિપરજોય વાવાઝોડુંને લઈને લોકોને સાવચેત રહેવા માટે ટ્વીટ કર્યું હતું. તેમને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તંત્ર હાલ તૈયારીઓ કરી રહ્યું છે અને લોકો હાલ જરુર વગર ઘરની બહાર ન નીકળે. જોકે ટ્વીટ કરતાની સાથે જ પાકિસ્તાનના લોકોએ તંજ કસ્યો હતો.

cyclone-biparjoy-landfall-impact-pakistan-minister-sherry-rehman-tweeted-about-biparjoy-cyclone-people-of-pakistan-prank-people
cyclone-biparjoy-landfall-impact-pakistan-minister-sherry-rehman-tweeted-about-biparjoy-cyclone-people-of-pakistan-prank-people

By

Published : Jun 16, 2023, 4:52 PM IST

અમદાવાદ:બિપરજોય વાવઝોડુ હાલ પાકિસ્તાનમાં દસ્તક દઈ ચૂક્યું છે. વાવાઝોડું જયારે ગુજરાતના તટીય વિસ્તારમાં અથડાયું ત્યારે પાકિસ્તાનના પ્રધાને આ મામલે ટ્વીટ કરીને લોકોને સાવચેત રહેવા માટે વિનંતી કરી હતી. જોકે પ્રધાને ટ્વીટ કરતાની સાથે જ લોકોએ મજા લેવાનું શરૂ કરી દીધું હતું.

શેરી રહેમાનનું ટ્વીટ:પાકિસ્તાનના પ્રધાન શેરી રહેમાને ટ્વીટ કરતા લખ્યું હતું કે, 'ચક્રવાત બિપરજોય ભારતીય ગુજરાતમાં લેન્ડફોલ કર્યું હોવાના અહેવાલ છે. તે હજુ પણ પાકિસ્તાનથી દૂર છે, અને તે આપણા દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યરાત્રિની આસપાસ અથવા પછી ઘડિયાળની દિશામાં લેન્ડફોલ શરૂ કરશે. કોસ્ટલ એરિયામાં પર ઊંચા મોજાઓ સાથે સમુદ્ર ઉફાણ પર ચઢી શકે છે. કૃપા કરીને સુરક્ષિત રહો.'

પાકિસ્તાનની સ્થિતિને લઈને રી-ટ્વીટ

પાકિસ્તાનની સ્થિતિને લઈને રી-ટ્વીટ: અકુમારા નામના એક ટ્વીટર વપરાશકર્તાએ જવાબમાં લખ્યું હતું કે આ અવસર પાકિસ્તાન માટે કટોરો લઈને ભીખ માંગવાનો સૌથી ઉત્તમ સમય છે.

ટ્વિટની ભાષાને લઈને ઉધડો

ટ્વિટની ભાષાને લઈને ઉધડો: અન્ય ફારસી નામના એક વપરાશકર્તાએ ભાષાને લઈને ઉધડો લીધો હતો. વપરાશકર્તાએ લખ્યું હતું કે આ જાહેરાત સામાન્ય લોકો માટે છે તો તેને ઉર્દુમાં લખવું જોઈએ. તમારા પશ્ચિમી હેન્ડલર્સને ખુશ કરવાનું બંધ કરો અને લોકોને વાસ્તવિક રીતે મદદ કરવાનો પ્રયાસ કરો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની રાષ્ટ્રીય ભાષા ઉર્દુ છે.

લોકોને લીધી મજા

લોકોને લીધી મજા:શેરી રહેમાન વારંવાર તેઓની અદાઓને કારણે પણ ચર્ચાઓમાં રહે છે. અન્ય એક @WhoamI81340766 નામના ટ્વીટર વપરાશકર્તાએ લખ્યું હતું કે બાકી બીજું તો બધી ઠીક છે પરંતુ મરિયમ નવાઝ પાસે તમારા કરતા સારો પ્લાસ્ટિક સર્જન છે.

રાજકીય સંકટને લઈને તંજ

રાજકીય સંકટને લઈને તંજ:પ્રધાનના ટ્વીટનો જવાબ આપતા વધુ એક @MerruX નામના વપરાશકર્તા લખ્યું કે સિંધ પોલીસ પીટીઆઈના યુસી સભ્યોને રાઉન્ડઅપ કરવામાં વ્યસ્ત છે જેથી પીપીપી ચૂંટણીમાં ધાંધલધમાલ કરી શકે તે માટે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં હાલ રાજકીય સંકટ યથાવત છે.

  1. Cyclone Biparjoy Landfall Impact: રાહત કમિશનરે કહ્યું, ટૂંક સમયમાં નુકસાનીનો સર્વે શરૂ થશે
  2. Cyclone Biparjoy Landfall Updates: વાવઝોડાની અસરથી થયેલા નુકસાન બાદ NDRF ટીમની ઉત્કૃષ્ટ કામગીરી

ABOUT THE AUTHOR

...view details