ઢાંકા: બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસિના ગોપાલગંજ-3 સંસદીય બેઠક પરથી ચૂંટણી જીતી ગયાં છે. જ્યારે તેમના કટ્ટર હરિફ ગણાતા બાંગ્લાદેશ સુપ્રીમ પાર્ટીના નિઝામ ઉદ્દીન લશ્કરનો પરાજય થયો છે.
Bangladesh Election: શેખ હસીનાની 8મી વખત પ્રચંડ જીત, બનશે 5મી વખત બાંગ્લાદેશના PM - શેખ હસીના
બાંગ્લાદેશ સંસદની ચૂંટણીના મતદાનમાં ફરી એક વખત બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસિનાએ પ્રચંડ જીત હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે. શેખ હસિનાએ ગોપાલગંજ-3 સંસદીય બેઠક પરથી સતત 8મી વખત જીત હાંસલ કરી છે, અને ફરી તેઓ સત્તાનું સંભાળવા માટે તૈયાર થઈ ગયાં છે.
Published : Jan 8, 2024, 6:40 AM IST
સતત 8મી વખત જીત: બાંગ્લાદેશના વડાપ્રધાન અને અવામી લીગના અધ્યક્ષ શેખ હસીનાએ રવિવારે યોજાયેલ સંસદની ચૂંટણીના પરિણામોમાં જંગી બહુમતીથી અને સતત 8મી વખત જીત મેળવીની પોતાની બેઠક જીત જાળવી રાખી છે. શેખ હસીનાએ ગોપાલગંજ-3 સંસદીય બેઠક પરથી ફરી એકવાર શાનદાર જીત હાંસલ કરી છે. તેમની સાથે તેમની પાર્ટી અવામી લીગ પાર્ટીએ સંસદીય ચૂંટણીમાં 300 માંથી આશરે 200 જેટલી બેઠકો પણ જીતી લીધી છે. જ્યારે બાકીની બેઠકો પર હાલ મતગણતરી ચાલી રહી છે. જેમાં અવામી લીગના તેમના મોટાભાગના ઉમેદવારો લગભગ સીટો પર આગળ ચાલી રહ્યા છે. આપને જણાવી દઈએ કે રવિવારે બાંગ્લાદેશની સંસદીય ચૂંટણી માટે લગભગ 40 ટકા મતદાન થયું હતું.
પ્રથમ 1986માં જીત્યાં હતાં ચૂંટણી: શેખ હસિનાએ આ ચૂંટણીમાં જંગી બહુમતી સાથે જીત હાંસલ કરી છે, જ્યારે તેમની સામે ચૂંટણી લડી રહેલા તેમના કટ્ટર હરિફ એવા બાંગ્લાદેશ સુપ્રીમ પાર્ટીના એમ નિઝામ ઉદ્દીન લશ્કરની કારમી હાર થઈ છે. ગોપાલગંજના ડેપ્યુટી કમિશ્નર અને રિટર્નિંગ ઓફિસર કાઝી મહબુબલ આલમે ચૂંટણી પરિણામોની જાહેરાત કરી હતી. મહત્વપૂર્ણ છે કે, શેખ હસિનાએ 1986 બાદ આઠમી વખત ગોપાલગંજ-3 બેઠક પરથી જીતી હાંસલ કરી છે. તેમની પાર્ટીના અન્ય ઉમેદવારો પણ પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યાં છે એવામાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે, તેઓ પાંચમી વખત સત્તાનું સુકાન સંભાળશે.