સિંગાપોર:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલીગેશન સાથે શનિવારે સવારે આ પ્લાન્ટમાં પહોંચ્યા હતા અને પ્લાન્ટની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન માઇક્રોનના વરિષ્ઠ અધિકારીઓએ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની સમજ આપી હતી. માઈક્રોન દ્વારા ગુજરાતના સાણંદમાં જે સેમિકંન્ડકટર પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે તેના સંદર્ભમાં પણ વરિષ્ઠ અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ડેલિગેશનને જાણકારી આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંગાપોરમાં માઇક્રોન પ્લાન્ટની મુલાકાતે સેમિકંન્ડક્ટર પોલિસી અંગે માહિતી:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતમાં એકમાત્ર ગુજરાતે પોતાની અલાયદી સેમિકંન્ડક્ટર પોલિસી બનાવી છે તેની વિગતો આ સિંગાપોર પ્લાન્ટ મુલાકાત દરમિયાનની વાતચીતમાં આપી હતી. મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે હૈદર અને ગુજરાત ડેલીગેશનના સભ્યો આ પ્લાન્ટ મુલાકાતમાં જોડાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંગાપોરમાં માઇક્રોન પ્લાન્ટની મુલાકાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે આપ્યું આમંત્રણ:સેમિકંન્ડક્ટર સહિત ગ્રીન હાઈડ્રોજન, ઇ-મોબિલિટી જેવા ઉભરતા સેક્ટર્સ પર વિશેષ ઝોક સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે જાન્યુઆરીમાં યોજાવાની છે. જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગાપોરના ઉદ્યોગ અને વેપાર મંત્રીને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. બેઠક દરમિયાન મંત્રી ગેન કીમે જણાવ્યું કે, ભારતમાં વિકાસની અપાર સંભાવનાઓ રહેલી છે અને સિંગાપોરની કંપનીઓ ભારત સરકાર સાથે કામ કરવા તત્પર છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના ચીફ ટેકનોલોજી ઓફિસર સોપનેન્દુ મોહંતી તેમજ સિંગાપોર બિઝનેસ ફેડરેશનના સીઈઓ પ્રસુન મુખર્જી અને ડેલીગેશન સાથે બેઠક યોજી હતી. ઉપરાંત સિંગાપોરના વેપાર અને ઉદ્યોગપ્રધાન ગેન કિમ યોંગ સાથે મુલાકાત કરીને બેઠક કરી હતી. જેમાં સિંગાપોર અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય વેપાર- વણજ અને રોકાણો અંગે ચર્ચા કરી હતી.
- મલેશિયામાં ‘ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિન’ દ્વારા આયોજિત પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન
- CM ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલીગેશન સાથે સિંગાપોર પહોંચ્યા, સિંગાપોર બિઝનેસ ફેડરેશન સાથે ખાસ બેઠક