ગુજરાત

gujarat

ETV Bharat / international

ચીનમાં બેંકિંગ કટોકટી: સામાન્ય લોકોના ખાતા સ્થગિત, બેંકની બહાર લોકોને રોકવા માટે ટેન્ક તૈનાત - business news in hindi

ચીનમાં બેંકોની હાલત ખરાબ દેખાઈ રહી (China Banking Crisis) છે. આ અમે નથી કહી રહ્યા, પરંતુ આખી કહાણી ત્યાંના વીડિયોમાં જણાવવામાં આવી રહી છે. હકીકતમાં બેંકિંગ સંકટનો સામનો કરી (China economy) રહેલા દેશમાં બેંકોએ ગ્રાહકોના ખાતા ફ્રીઝ કરી દીધા (China Banks Seize Account) છે. આ પછી લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. હાલમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે સરકારે બેંકોની બહાર ટેન્ક તૈનાત કરવી પડી છે.

ચીનમાં બેંકિંગ કટોકટી
ચીનમાં બેંકિંગ કટોકટી

By

Published : Jul 22, 2022, 1:39 PM IST

બેઇજિંગઃચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ ફરી એકવાર સડકો પર ટેન્ક ઉતારી (China Banking Crisis) છે. બુધવારે, હેનાન પ્રાંતમાં એક બેંકની સામે ટેન્કોની લાંબી લાઇન હતી અને તેનું કારણ બેંક ઓફ ચાઇનાનો નિર્ણય હતો. બેંક ઓફ ચાઈનાની હેનાન શાખા વતી, થાપણદારોને કહેવામાં (China economy) આવ્યું છે કે, તેઓએ પણ અહીં રકમ જમા કરી છે, હવે તે રોકાણ છે અને તેને ઉપાડી શકાશે નહીં. આ બેંક સામે મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને બેંકની બહાર (china depositors) મોટી સંખ્યામાં વિરોધીઓ એકઠા થયા (china banks scandal) છે. બેંકે તમામ ફંડ ફ્રીઝ કરી દીધું છે અને થાપણદારો હવે તેમને મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો:રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથ

સોશિયલ મીડિયા પર વાયરલ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રાહકોને પૈસા ઉપાડવાથી રોકવાના બેંકોના નિર્ણય વિરુદ્ધ ઘણી (China Banks Seize Account) જગ્યાએ પ્રદર્શનો હિંસક બની ગયા છે. તાજેતરના અહેવાલો અનુસાર, ચીનના હેનાન પ્રાંતમાં છેલ્લા ઘણા અઠવાડિયાથી પોલીસ (china bank protests) અને બેંકના ગ્રાહકો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. આ ટ્રેન્ડ આ વર્ષે એપ્રિલથી ચાલી રહ્યો છે, જ્યારે બેંકોએ ગ્રાહકોને તેમની બચત ઉપાડવા પર રોક લગાવી હતી. ચીનની બેંકોની બહાર તૈનાત ટેન્કો અને ત્યાં સર્જાયેલી પરિસ્થિતિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં, ચીની પીપલ્સ લિબરેશન આર્મીની ટેન્કો વિરોધીઓને ડરાવવા માટે રસ્તાઓ પર તૈનાત જોઈ શકાય છે. અહેવાલમાં જણાવાયું છે કે, બેંક ઓફ ચાઈનાની હેનાન શાખાની બહાર વધી રહેલા વિરોધ વચ્ચે, બેંકોની સુરક્ષા કરવા અને સ્થાનિક લોકોને બેંકો સુધી પહોંચતા રોકવા માટે ટેન્ક રસ્તા પર ઉતરી આવી છે.

આ પણ વાંચો:ચીનમાં બેંકો સામે ફરી રહ્યા છે મીલીટરી ટેન્ક, યાદ આવ્યો 1989નો એ સમય

ABOUT THE AUTHOR

...view details