ગુજરાત

gujarat

ETV Bharat / international

રાણી એલિઝાબેથ II ના નિધન બાદ ચાર્લ્સ બન્યા રાજા - britain king charles iii

બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ બ્રિટનના નવા રાજા બન્યા (britain king charles iii ) છે. તેઓ કિંગ ચાર્લ્સ-III તરીકે ઓળખાશે. 73 વર્ષની ઉંમરે પ્રિન્સ ચાર્લ્સને રાજગાદી પર બેસવાનો મોકો મળ્યો ( Queen Elizabeth II Death) છે. આજે તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. પ્રિન્સ ચાર્લ્સ III રાજવી પરિવારમાં ત્રીજા વ્યક્તિ છે જેનું નામ ચાર્લ્સ છે.

રાણી એલિઝાબેથ II ના નિધન બાદ ચાર્લ્સ બન્યા રાજા
રાણી એલિઝાબેથ II ના નિધન બાદ ચાર્લ્સ બન્યા રાજા

By

Published : Sep 10, 2022, 3:29 PM IST

Updated : Sep 10, 2022, 3:52 PM IST

લંડનઃકિંગ ચાર્લ્સ ત્રીજાને શનિવારે એક્સેસન કાઉન્સિલ ખાતે એક ઐતિહાસિક સમારોહમાં બ્રિટનના નવા રાજા તરીકે જાહેર કરવામાં આવ્યા ( britain king charles iii ) હતા. આપને જણાવી દઈએ કે, આ સમારોહનું પ્રથમ વખત ટેલિવિઝન પર પ્રસારણ થયું હતું.

પૂર્વ પ્રિન્સ ઑફ વેલ્સને તાજ :રાણી એલિઝાબેથ II ના અવસાન ( Queen Elizabeth II Death) બાદ 73 વર્ષીય પૂર્વ પ્રિન્સ ઑફ વેલ્સને તાજ (Crowned former Prince of Wales) પહેરાવવામાં આવ્યો છે. આજે શનિવારે ઔપચારિક રીતે રાજ્યાભિષેકની જાહેરાત કરવા અને તેમના શપથ લેવા માટે લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં સમારોહ યોજાયો હતો. કિંગ ચાર્લ્સ III એ તેમની પત્ની, રાણી કોન્સોર્ટ કેમિલા અને તેમના પુત્ર અને વારસદાર પ્રિન્સ વિલિયમ સાથે સમારોહમાં હાજરી આપી હતી. પ્રિન્સ વિલિયમ વેલ્સના નવા પ્રિન્સ છે.

કિંગ ચાર્લ્સએ માતાને યાદ કર્યા :આ દરમિયાન, કિંગ ચાર્લ્સ ત્રીજાએ તેમની માતા રાણી એલિઝાબેથના અવસાન પર કહ્યું કે, "આપણે બધાએ સહન ન કરી શકાય તેવી ખોટ માટે સમગ્ર વિશ્વ મારી સાથે સહાનુભૂતિ ધરાવે છે." મારી માતાએ જીવનભર પ્રેમ અને નિઃસ્વાર્થ સેવાનો દાખલો બેસાડ્યો છે. મારી માતાનું શાસન સમર્પણ અને વફાદારીમાં અજોડ હતું. તે જ સમયે તેણે કહ્યું કે, મારી પત્નીના સતત સમર્થનથી હું ખૂબ જ પ્રોત્સાહિત છું. કિંગ ચાર્લ્સ III એ તેમની પત્ની, રાણી કોન્સોર્ટ કેમિલા અને તેમના પુત્ર અને વારસદાર પ્રિન્સ વિલિયમ સાથે સમારોહમાં હાજરી આપી હતી. પ્રિન્સ વિલિયમ વેલ્સના નવા પ્રિન્સ છે.

Last Updated : Sep 10, 2022, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details