નવી દિલ્હીઃ કેનેડાની સંસદમાં જસ્ટિ ટ્રુડોએ જે હરકત કરી તેનાથી તેમની માનસિકતા વિશ્વ સમક્ષ ઉજાગર થઈ છે. કેનેડાની સંસદમાં એક 98 વર્ષીય સૈનિકનું સ્વાગત કરવામાં આવ્યું. યારોસ્લાવ હુંકા નામક આ સૈનિકે બીજા વિશ્વ યુદ્ધમાં રશિયા વિરૂદ્ધ લડાઈ લડી હતી. જસ્ટિનની આ હરકત બાદ કેનેડા સંસદના સ્પીકરે માફી માંગી છે. આ સમગ્ર ઘટનાને ભાજપના વરિષ્ઠ નેતા પાંડાએ વખોડી કાઢી છે.
સમગ્ર વિશ્વમાં કેનેડાની ટીકાઃ આ સૈનિકને સન્માનવાની ઘટના અગાઉ આ સંસંદમાં યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ભાષણ આપ્યું હતું. આ સૈનિક હિટલરની સેના તરફથી પણ લડ્યો હતો. ટ્રુડોએ આ સૈનિકના સન્માનમાં તાળીઓ વગાડી હતી. આ સમગ્ર ઘટનાને પરિણામે કેનેડા સંસદ, કેનેડા વડાપ્રધાન અને કેનેડા સ્પીકરની સમગ્ર વિશ્વમાં ટીકા થઈ છે.
કેનેડિયન સ્પીકરે માંગી માફીઃ સ્પીકરે આ ઘટનાની ગંભીરતા સમજીને માફી માંગી લીધી છે. તેમણે કહ્યું કે આ સૈનિકનું સન્માન કરવું જરૂરી નહતું. સમગ્ર દુનિયામાં વસતા યહુદીઓની હું માફી માંગુ છું. મને આ સૈનિક હિટલરની સેના તરફથી લડી ચૂક્યો છે તે માહિતી નહતી.
કેનેડા વિપક્ષે ઘટનાને વખોડીઃ આ સૈનિકના સમર્થનમાં કેનેડિયન વડાપ્રધાન જે ખાલીસ્તાનીઓના સમર્થક તરીકે પ્રચલિત છે તેમણે ખૂબ તાળીઓ વગાડી હતી. કેનેડાના વિપક્ષે જસ્ટિનની આ હરકતનો ખૂબજ વિરોધ કર્યો હતો. બીબીસીની રિપોર્ટ અનુસાર આ સૈનિક નિર્દોષોની હત્યા કરનાર યુનિટનો સભ્ય પણ રહી ચૂક્યો છે. ટ્રુડોની આલોચના યહુદીઓએ પણ કરી હતી. કેનેડામાં રહેતા યહુદીઓએ કહ્યું કે કેનેડા આ પ્રકારના સૈનિકનું સમર્થન કેવી રીતે કરી શકે છે. ટ્રુડોએ આવી ઘટનાઓ અટકાવવી જોઈએ. 1933માં હિટલરે જર્મનીની કમાન સંભાળી હતી. 1945 સુધીમાં તેણે લાખો યહુદીઓની હત્યા કરાવી દીધી હતી. હિટલરનો સામાજિક બહિષ્કાર પણ થયો હતો.
- ટ્રૂડો 2.0: ભારત-કેનેડા સંબંધોમાં ખેંચતાણ યથાવત્ રહેવાના સંકેત
- India Canada Issue: કેનેડિયન સુરક્ષા પ્રધાને ભારતના સંબંધોને 'મહત્વપૂર્ણ' ગણાવ્યા