વોશિંગટન: અમેરિકાએ શુક્રવારે કેનેડાના રાજદૂતોનું ભારતમાંથી ચાલ્યા જવાની ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ કહ્યું કે, તેઓ આશા રાખે છે કે, ભારત રાજકીય સંબંધો પર 1961 વિયેના સમજૂતિ હેઠળ પોતાના દાયિત્વને જાળવશે. એક શિખ ઉગ્રવાદીની હત્યા બાદ છેડાયેલા રાજકીય વિવાદ વચ્ચે કેનેડાના વિદેશ મંત્રી મેલાના જોલીએ જણાવ્યું હતું કે, ભારતમાં 41 રાજદૂતોની રાજકીય છૂટછાટ ખેંચી લેવાની ભારતની ધમકી બાદ કેનેડા સરકારે તેમને પરત સ્વદેશ બોલાવી લીધા છે.
કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલી કેેનેડાનો વધુ એક આરોપ: વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે જણાવ્યું હતું કે, 'ભારતમાં કેનેડાના રાજદ્વારીઓનો ઘટાડો કરવાની ભારતની માંગ અંતર્ગત કેનેડાના રાજદ્વારીઓનું ભારતમાંથી જવું તેનાથી અમે ચિંતિત છીએ. મિલરે જણાવ્યું હતું કે, મતભેદોને ઉકેલવા માટે રાજદ્વારીઓની જરૂર હોય છે. વિદેશ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમે ભારત સરકારને કેનેડાના રાજદ્વારીઓની ઉપસ્થિતિને ઘટાડવા પર ભાર ન આપવા અને ચાલી રહેલી કેનેડિયન તપાસમાં સહયોગ કરવાનો આગ્રહ કર્યો છે. મિલરે જણાવ્યું હતું કે, અમે આશા રાખીએ છીએ કે, ભારત રાજકીય સંબંધો પર 1961 વિયેના સમજૂતિ હેઠળ પોતાના દાયિત્વની જવાબદારી નિભાવશે.
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતની સ્પષ્ટતા: નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે શુક્રવારે કેનેડાના 41 કેનેડિયન રાજદ્વારીઓને દેશમાંથી પરત બોલાવવાના અને ભારત આંતરરાષ્ટ્રીય માપદંડોનું ઉલ્લંઘન કરતું હોય તેવા કેનેડા પ્રયાસને ભારતે ફગાવી દીધો હતો. ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે દ્વિપક્ષીય રાજદ્વારી સમાનતા સુનિશ્ચિત કરવી એ રાજકીય સંબંધો પર વિયેના કન્વેન્શનની જોગવાઈઓ સાથે જ સંપૂર્ણ રીતે સુસંગત છે. જોકે, આ મામલે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે કહ્યું કે 41 કેનેડિયન રાજદ્વારીઓની રાજદ્વારી છૂટ ખેંચી લેવાનો ભારતનો નિર્ણય વિયેના સમજૂતિનું ઉલ્લંઘન છે. ટ્રુડોએ કહ્યું કે તમામ દેશોએ આ બાબતે ચિંતા કરવી જોઈએ.
કેનેડા-ભારતના સંબંધોમાં તણાવ: ભારતે સાર્વજનિક રીતે એવું કહ્યું ન હતું કે, તે કેનેડિયન રાજદ્વારીઓ પાસેથી રાજદ્વારી છૂટ ખેંચી લેશે, ન તો તેઓને પરત જવા માટે કોઈ સમયમર્યાદા આપી હતી. જોકે, ભારતે કહ્યું કે તે ઈચ્છે છે કે કેનેડા ભારતમાં તેમના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડીને ભારત સાથે કેનેડામાં રાજદ્વારીઓની સંખ્યાની બરાબર કરી દે. ભારતના વિદેશ મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે સમાનતાના અમલીકરણ અંતર્ગત આંતરરાષ્ટ્રીય માપદંડના ઉલ્લંઘન તરીકે દર્શાવનારા કોઈપણ પ્રયાસને નકારી કાઢીએ છીએ. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે કેનેડાની ચિંતાઓને પુનરાવર્તિત કરી કે ભારત આંતરરાષ્ટ્રીય કાયદા અને કૂટનીતિના મૂળભૂત સિદ્ધાંતનું ઉલ્લંઘન કરી રહ્યું છે. કેનેડિયન પીએમ ટ્રુડોએ કહ્યું કે ભારતની કાર્યપ્રણાલી 'આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ' છે.
કેનેડાના વડાપ્રધાનના ભારત પર આરોપ: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે કહ્યું કે 41 કેનેડિયન રાજદ્વારીઓની રાજકીય છૂટને રદ કરવાનો ભારતનો નિર્ણય વિયેના સમજૂતિનું ઉલ્લંઘન છે. અને તમામ દેશોએ આ બાબતે ચિંતા કરવી જોઈએ. બ્રેમ્પટન, ઓન્ટારિયોમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રુડોએ જણાવ્યું હતું કે ભારત સરકાર ભારત અને કેનેડામાં લાખો લોકો માટે સામાન્ય જીવન યથાવત રાખવા માટે મુશ્કેલી સર્જી રહી છે. તેમણે કહ્યું કે, તેઓ કૂટનીતિના એક મૂળભૂત સિદ્ધાંતનું ઉલ્લંઘન કરીને આવું કરી રહ્યા છે.' ટ્રુડોએ દાવો કર્યો હતો કે, ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે.
- Biden On Israel-Ukraine : હમાસ અને પુતિન બંને લોકતંત્ર માટે ખતરો છે - જો બાઈડેન
- Canada-India Issue : રાજદ્વારી તણાવ વચ્ચે કેનેડાએ ભારતમાંથી 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા