ગુજરાત

gujarat

ETV Bharat / international

US PLANE FIRE: ને વિમાન ભળભળ બળવા લાગ્યુ, અમેરિકામાં પ્લેનમાં પક્ષી અથડાયુ, જુઓ વીડિયો

અમેરિકાના ઓહાયો એરપોર્ટ પર વિમાન દુર્ઘટનામાંથી બચી ગયુ હતુ. એરક્રાફ્ટ ટેક ઓફ કરતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ હતી. વિમાનને ઈમરજન્સીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું અને આગને કાબૂમાં લેવામાં આવી હતી.

US PLANE FIRE: ને વિમાન ભળભળ બળવા લાગ્યુ, અમેરિકામાં પ્લેનમાં પક્ષી અથડાયુ, જુઓ વીડિયો
US PLANE FIRE: ને વિમાન ભળભળ બળવા લાગ્યુ, અમેરિકામાં પ્લેનમાં પક્ષી અથડાયુ, જુઓ વીડિયો

By

Published : Apr 24, 2023, 10:51 AM IST

કોલંબસઃ ઓહાયો એરપોર્ટ પર રવિવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. વાસ્તવમાં, એરક્રાફ્ટ ટેક ઓફ કર્યા પછી તરત જ એક પક્ષી તેની સાથે અથડાયું. પક્ષી અથડાયા બાદ પ્લેનમાં આગ લાગી હતી. પાઈલટે ઈમરજન્સીમાં પ્લેનને પાછું લેન્ડ કરાવ્યું હતું. ફાયર ફાઈટરોએ આગને કાબુમાં લીધી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની ​​માહિતી નથી.

Earthquake In New Zealand: ન્યૂ ઝિલેન્ડ નજીકના કર્માડેક આઇલેન્ડમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ

માહિતી અનુસાર, બોઇંગ 737, અમેરિકન એરલાઇન્સ ફ્લાઇટ 1958, કોલંબસના જ્હોન ગ્લેન કોલંબસ ઇન્ટરનેશનલ એરપોર્ટથી સવારે લગભગ 7.45 વાગ્યે રવાના થઈ હતી. આ વિમાન ફોનિક્સ તરફ જઈ રહ્યું હતું. પ્લેન ઉડાન ભર્યા પછી તરત જ એક પક્ષી તેની સાથે અથડાયું. જેના કારણે બોઇંગ 737ના એન્જિનમાં આગ લાગી હતી. આ પછી ઓહાયો એરપોર્ટ પર હંગામો મચી ગયો હતો. તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ દરમિયાન વિમાનમાં સવાર લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા.

Poonch attack: આતંકવાદીઓએ સ્ટીલ કોર બુલેટનો ઉપયોગ કર્યો, જવાનોના હથિયારો સાથે ફરાર

વિમાનને સેવામાંથી દૂર કરવામાં આવ્યું:પ્લેનમાં કેટલા મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા તે જાણી શકાયું નથી. એરલાઈન્સે જણાવ્યું હતું કે જાળવણી માટે વિમાનને સેવામાંથી દૂર કરવામાં આવ્યું હતું. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુવિધા હંમેશની જેમ કાર્યરત હતી અને આગને કારણે કેટલીક ફ્લાઈટ્સમાં થોડો વિલંબ થયો હતો. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન આ ઘટનાની તપાસ કરશે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પ્લેનમાંથી જ્વાળાઓ અને ધુમાડો નીકળતો જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે આ પહેલા 7 માર્ચે ન્યૂયોર્કમાં એક પ્લેન ક્રેશમાં ભારતીય મૂળની એક મહિલાનું મોત થયું હતું જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. વિમાને ન્યુયોર્કના રિપબ્લિક એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી.

ABOUT THE AUTHOR

...view details