ગુજરાત

gujarat

ETV Bharat / international

પોલેન્ડ પર મિસાઈલ હુમલો, US રાષ્ટ્રપ્રમુખ બાઈડને ઈમરજન્સી બેઠક બોલાવી - poland blast reaction

રશિયાએ અચાનક પોલેન્ડ પર હુમલો (poland blast reaction) કરી દેતા અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. આ હુમલામાં બે વ્યક્તિઓનું મૃત્યું થયું છે. આ સમગ્ર ઘટનાને ધ્યાને લઈને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને યુદ્ધના ધોરણે એક બેઠક બોલાવી છે. જોકે, આ બેઠક બાદ બાઈડન કોઈ મોટું એલાન કરી શકે છે.

પોલેન્ડ પર મિસાઈલ હુમલો, US રાષ્ટ્રપ્રમુખ બાઈડને ઈમરજન્સી બેઠક બોલાવી
પોલેન્ડ પર મિસાઈલ હુમલો, US રાષ્ટ્રપ્રમુખ બાઈડને ઈમરજન્સી બેઠક બોલાવી

By

Published : Nov 16, 2022, 9:39 AM IST

ન્યૂયોર્કઃઅમેરિકી રાષ્ટ્રપ્રમુખે પોલેન્ડ પર થયેલા હુમલાને લઈને મોટી પ્રતિક્રિયા (russia attack reaction by biden) આપી છે. રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને જણાવ્યું હતું કે, અમે પોલેન્ડને સપોર્ટ કરીએ છીએ. આ ઘટના સંબંધીત બુધવારે સવારે ઈન્ડોનેશિયામાં જી7 અને નાટોના નેતાઓએ એક ઈમરજન્સી બેઠક યોજી હતી. જેમાં બાઈડને ખાસ હાજરી આપી છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બાઈડન હાલમાં જી20 સમિટમાં ભાગ લઈ રહ્યા છે. જેનું આયોજન ઈન્ડોનેશિયાના બાલીમાં કરવામાં આવ્યું છે. પોલેન્ડ અને યુક્રેનની બોર્ડર (biden calls emergency meeting) પર આ હુમલો કરવામાં આવ્યો છે.

રાત્રે કરાયો હુમલોઃજ્યારે આ હુમલો કરવામાં આવ્યો એ સમયે જ બાઈડનને અપડેટ આપી દેવામાં આવી હતી. બુધવારે સવારે પોલીશ રાષ્ટ્રપતિ આંદ્રેજેજ ડુડા સાથે તેમણે વાત કરી તથા સંવેદના વ્યક્ત કરી હતી. અમેરિકા અને સાથી નાટોના દેશ આ હુમલાનું ઈન્વેસ્ટિગેશન કરી રહ્યા છે. પણ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બાઈડને એવી પણ ચોખવટ કરી દીધી છે કે,પ્રાથમિક તપાસમાંથી જાણવા મળ્યું છે કે, આ કોઈ રશિયાએ ટાર્ગેટ કરેલી કોઈ મિસાઈલ નથી. રશિયા સમર્થિત હુમલો આ ન હોઈ શકે. પોલીશ ફોરેન મિનિસ્ટ્રીએ પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું હતું કે,જે મિસાઈલથી હુમલો કરાયો છે એનું નિર્માણ રશિયામાં થયેલું છે. પણ અમેરિકાની વાત પરથી રશિયાનો હુમલો ન હોવાનું જાણવા મળતા ફરી તપાસ શરૂ કરાઈ છે.

પ્રવક્તાએ વાત નકારીઃજોકે, આ સમગ્ર હુમલાને લઈને પોલેન્ડ સરકારના પ્રવક્તાએ એ વાત નકારી કાઢી છે. પોલેન્ડ બોર્ડર પર હુમલો થતા યુદ્ધના ધોરણે પોલેન્ડમાં પણ સૈન્યની બેઠક શરૂ થઈ ચૂકી છે. જે ખેતરમાં મિસાઈલ પડી છે ત્યાં અનાજની ખેતી કરવામાં આવતી હતી. પોલેન્ડ નાટો દેશના સમુહ પૈકીનો એક દેશ છે. રશિયા પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું કે, મીડિયા રીપોર્ટ સામે આવ્યા છે. વધુ જાણકારી માટે અમે પોલેન્ડની સરકાર અને રશિયા સરકાર સાથે વાત કરી રહ્યા છીએ. આખરે આ કેવી રીતે થયું અને શું થયું. પ્રાથમિક તપાસના રીપોર્ટ આવ્યા બાદ રશિયા પગલું લેશે. નાટો દેશ આ હુમલાને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છે. જોકે, યુક્રેન રશિયા વચ્ચે થયેલી લડાઈના મામલે દુનિયાના બીજા દેશમાં પણ મોટા પડઘા પડ્યા છે.

ABOUT THE AUTHOR

...view details