ઢાકા:બાંગ્લાદેશમાં સોમવારે પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે અથડામણમાં 20 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ભૈરબ રેલ્વે સ્ટેશનના ડ્યુટી ઓફિસર સિરાજુલ ઈસ્લામે મીડિયાને જણાવ્યું કે, સ્થાનિક સમયાનુસાર બપોરે 3.30 વાગ્યે કિશોરગંજ ખાતે ચટ્ટોગ્રામ તરફ જતી માલસામાન ટ્રેન ઢાકાથી જતી એગ્ગારો સિંદુર એક્સપ્રેસ સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો.
20 મૃતદેહો મળી આવ્યા: ચુનંદા ગુના વિરોધી રેપિડ એક્શન બટાલિયનના એક અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે, "અત્યાર સુધીમાં 20 મૃતદેહો મળી આવ્યા છે. અમે રાહત કામગીરીમાં શક્ય તમામ મદદ કરી રહ્યા છીએ."
100 મુસાફરો ઈજાગ્રસ્ત: સ્થળ પર હાજર ફાયર સર્વિસના અધિકારીઓએ જણાવ્યું કે ત્રણ પેસેન્જર કોચ પલટી ગયા. આશંકા છે કે ઘણા લોકો કોચના કાટમાળ નીચે ફસાયા છે. જોકે, લગભગ 100 મુસાફરોને ઈજાગ્રસ્ત હાલતમાં બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને વિવિધ હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. ફાયર સર્વિસના એક અધિકારીએ ઘટનાસ્થળે પત્રકારોને જણાવ્યું હતું કે બચાવ પ્રક્રિયા દરમિયાન વધુ મૃતદેહો અને ઘાયલ લોકો મળી શકે છે. ક્રેન સાથે રેસ્ક્યુ ટ્રેન દુર્ઘટના સ્થળ તરફ રવાના થઈ ગઈ છે.
માલગાડી ટ્રેને મારી ટક્કર:બાંગ્લાદેશ ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સ મીડિયા ચીફ શાહજહાં સિકદરે જણાવ્યું હતું કે ફાયર સર્વિસના એક ડઝનથી વધુ એકમો બચાવ કામગીરી કરી રહ્યા છે. ઢાકા રેલવે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અનવર હુસૈનને ન્યૂઝ પોર્ટલ BDNews24 દ્વારા ટાંકવામાં આવ્યું હતું કે, "પ્રારંભિક અહેવાલો અનુસાર, માલસામાન ટ્રેને પાછળથી એગારો સિંદુર એક્સપ્રેસને ટક્કર મારી હતી."
- Morbi Bridge Collapse : મોરબી દુર્ઘટના મામલે પાટીદાર નેતાઓએ બળાપો ઠાલવ્યો, સરકાર પર કર્યા આકરા આક્ષેપ
- Palanpur Flyover Slab Collapsed: RTO સર્કલ પર નિર્માણાધીન બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી, બેના મોત