ઢાકા:બાંગ્લાદેશના ચિત્તાગોંગ જિલ્લામાં એક ખાનગી કન્ટેનર ડેપોમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 43 લોકોના મોત થયા છે. 10 પોલીસકર્મીઓ સહિત લગભગ 500 અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. શનિવારે રાત્રે લગભગ 10:30 વાગ્યે સીતાકુંડામાં નેધરલેન્ડ-બાંગ્લાદેશની સંયુક્ત સાહસ કંપની BM કન્ટેનર ડેપો લિમિટેડમાં આગ ફાટી નીકળી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, આગ લાગ્યાની 40 મિનિટમાં જ મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટક કેમિકલ હોવાના કારણે આગ એક કન્ટેનરમાંથી બીજા કન્ટેનરમાં ફેલાઈ હતી.
બાંગ્લાદેશમાં કન્ટેનર ડેપોમાં વિસ્ફોટ : 43ના મોત, આકડો વધવાની શક્યતાઓ - undefined
દક્ષિણપૂર્વ બાંગ્લાદેશમાં શનિવારે રાત્રે એક ખાનગી કન્ટેનર ડેપોમાં વિસ્ફોટને કારણે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 43 લોકો માર્યા ગયા હતા. જ્યારે 500 થી વધુ લોકો ઘાયલ થયા છે.
મોતનો આંકડો વધવાની શક્યતાઓ - ફાયર સર્વિસના મહાનિર્દેશકે કહ્યું કે કંપનીના કોઈ માલિક કે ડિરેક્ટર ઉપલબ્ધ નથી. કેવા પ્રકારના કેમિકલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો અને કેટલા કન્ટેનર હતા તે પણ જાણી શકાયું નથી. અધિકારીએ જણાવ્યું હતું કે, આગ હજુ પણ ચાલુ હોવાથી, જેને સંપૂર્ણપણે બુઝાવવામાં હજુ 24 કલાક લાગી શકે છે, તેથી ડેપોનો સંપર્ક કરવો શક્ય નથી. આગ 5 કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ છે. ચટગાંવ ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના આસિસ્ટન્ટ ડાયરેક્ટર મોહમ્મદ ફારૂક હુસૈન સિકદરે આઈએએનએસને જણાવ્યું કે લગભગ 29 અગ્નિશમન એકમો આગ પર કાબૂ મેળવવા માટે કામ કરી રહ્યા છે અને 50 એમ્બ્યુલન્સ સ્થળ પર તૈયાર છે.
આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ - ડેપોથી લગભગ 21 કિમી દૂર આવેલા ચટગાંવ મેડિકલ કોલેજ હોસ્પિટલ (CMCH)માં ICU પથારીઓ પહેલેથી જ ભરાઈ ગઈ છે, જ્યારે કટોકટીના કિસ્સામાં ડૉક્ટરોની રજાઓ રદ કરવામાં આવી છે. ઘાયલોને સીએમસીએચ અને કમ્બાઈન્ડ મિલિટરી હોસ્પિટલ (સીએમએચ) સહિત વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. BM કન્ટેનર ડેપોની સ્થાપના અંતર્દેશીય કન્ટેનર ડેપો તરીકે કરવામાં આવી હતી. તે મે 2011 થી કાર્યરત છે. કન્ટેનરમાં આયાત અને નિકાસના વિવિધ રસાયણો હતા.