નવી દિલ્હીઃઅમેરિકાએ દાવો કર્યો છે કે, તેણે આતંકવાદી સંગઠન અલ કાયદાના નેતા અયમાન અલ-જવાહિરીને ડ્રોન હુમલામાં ઠાર કર્યો છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનમાં CIAના ડ્રોન દ્વારા જવાહિરીને ઠાર કરવામાં (ayman al-zawahiri 9/11) આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં અલ-કાયદાના અગ્રણી નેતા અયમાન અલ-જવાહિરી સપ્તાહના (9/11 attack mastermind) અંતે યુએસ સ્ટ્રાઈકમાં માર્યા ગયા હોવાનો પણ અનેક મીડિયા અહેવાલો બહાર આવ્યા છે. ઉદારવાદી ઇજિપ્તમાં જન્મેલા જવાહિરીની સર્જનથી આતંકવાદી સુધીની સફર વિશે જાણો, જે 11 વર્ષ સુધી અલ-કાયદાનો ચીફ હતો...
આ પણ વાંચો:પાકિસ્તાની નાગરિકે ભારત ઘૂસણખોરીનો કર્યો પ્રયાસ ને પછી...
મુસ્લિમ બ્રધરહુડ: અલ જવાહિરીનો જન્મ 19 જૂન 1951ના રોજ એક (Ayman al Zawahiri) સમૃદ્ધ ઇજિપ્તના પરિવારમાં થયો હતો. 14 વર્ષની ઉંમરે તે મુસ્લિમ બ્રધરહુડનો સભ્ય બન્યો. તે અરબી અને ફ્રેન્ચ બોલી શકતો હતો. તેણે મેડિકલનો અભ્યાસ કર્યો હતો અને વ્યવસાયે સર્જન હતો. 1978માં અલ જવાહિરીના લગ્નની પણ કૈરોમાં ખૂબ ચર્ચા થઈ હતી. તેણે કૈરો યુનિવર્સિટીમાં ફિલસૂફીની વિદ્યાર્થીની અજા નોવારી સાથે લગ્ન કર્યા. ઇજિપ્ત ત્યારે ઉદારવાદી હતું. પરંતુ અલ જવાહિરીના લગ્નમાં સ્ત્રી અને પુરૂષો અલગ-અલગ બેઠા હતા. ફોટોગ્રાફરો અને સંગીતકારો પર તો પ્રતિબંધ હતો જ, પરંતુ મજાક કરવા પર પણ પ્રતિબંધ હતો.
ઈસ્લામિક જેહાદ: જવાહિરીએ ઈજિપ્તીયન ઈસ્લામિક જેહાદ (EIJ)ની રચના કરી હતી. તે 1970 ના દાયકામાં ઇજિપ્તમાં બિનસાંપ્રદાયિક શાસનનો વિરોધ કરતું એક આતંકવાદી સંગઠન હતું. તેમનો ધ્યેય ઇજિપ્તમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાનો હતો. 1981માં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સાદતની હત્યા બાદ ધરપકડ કરાયેલા અને ત્રાસ સહન કરાયેલા સેંકડો લોકોમાં જવાહિરીનો સમાવેશ થાય છે. ત્રણ વર્ષ જેલમાં રહ્યા બાદ તે દેશ છોડીને સાઉદી અરેબિયા આવ્યો હતો.