વોશિંગ્ટન:અમેરિકામાં જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં ભારતીય અમેરિકન પ્રવાસીઓની સિદ્ધિઓ (ACHIEVEMENTS OF INDIAN AMERICAN DIASPORA) માટે પ્રશંસા કરતા, USAમાં ભારતના ટોચના રાજદૂતે શનિવારે જણાવ્યું હતું કે, આ સિદ્ધિઓ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય-સંબંધોનું પ્રતિબિંબ છે. કોવિડ19 રોગચાળા પછી વોશિંગ્ટન ડીસીના ઈન્ડિયા હાઉસ ખાતે દેશભરના પ્રતિષ્ઠિત ભારતીય-અમેરિકનોની એક સભાને સંબોધતા, ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુએ આ પ્રભાવશાળી સમુદાયની પ્રશંસા કરી, જે અમેરિકાની કુલ વસ્તીનો 1 ટકા છે.
આ પણ વાંચો:Capitol Hill violence : અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પર લાગ્યો આ આરોપ
ઈન્ડિયા હાઉસમાં કોણ હતું હાજર:રાજદૂત તરનજિત સિંહ સંધુએ કહ્યું કે, તમે બધાએ છેલ્લા અઢી દાયકામાં ભારત-અમેરિકાના સંબંધોને બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તમારી સિદ્ધિઓ ખરેખર આજે ભારત-અમેરિકાના સંબંધોનું પ્રતિબિંબ છે. તાજેતરના વર્ષોમાં ઈન્ડિયા હાઉસ ખાતે (India house in Washington) ભારતીય અમેરિકન પ્રવાસીઓના (Indian American tourists) આ મેળાવડામાં બાઈડન વહીવટીતંત્ર, વિવિધ સંસ્થાઓના અગ્રણી લોકો, ટોચના ઉદ્યોગસાહસિકો, વૈજ્ઞાનિકો, વિદ્વાનો, સરકારી કર્મચારીઓ, સ્થાનિક કલાકારોનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું, "હું જોઈ શકું છું કે ભાગ્યે જ એવો કોઈ વિસ્તાર હશે જેનું અહીં પ્રતિનિધિત્વ નથી. સંધુએ કહ્યું, “આજે અમારી પાસે બહુરાષ્ટ્રીય કંપનીઓના ઘણા CEO છે, મહેનતુ વ્યાવસાયિકો, ઉત્સાહી ઉદ્યોગસાહસિકો, કેલિફોર્નિયા અને અન્ય રાજ્યોના સ્વ-નિર્મિત ખેડૂતો, થિંક ટેન્કના સભ્યો, અગ્રણી શિક્ષણવિદો અને વૈજ્ઞાનિકો છે. અમારી પાસે બિન-લાભકારી સંસ્થાઓના કાર્યકર્તાઓ પણ છે, જેઓ તકલીફમાં મહિલાઓને મદદ કરે છે.
આ પણ વાંચો:પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની હાલત નાજુક, પરિવારે કહ્યું કે...
સમુદાયના નેતાઓની કરી પ્રશંસા:રાજદૂત તરનજિત સિંહ સંધુએ કહ્યું કે, આ બધું યુનાઇટેડ સ્ટેટ્માં ભારતીય અમેરિકન પ્રવાસીઓની તાકાત દર્શાવે છે, અમને તમારી સિદ્ધિઓ પર ગર્વ છે. આ સ્વાગત સમારંભમાં અમેરિકાના હ્યુસ્ટન, સાન ફ્રાન્સિસ્કો, એટલાન્ટા, શિંકાગો અને ન્યુયોર્કમાં તેના અન્ય રાજદ્વારી મિશનના USAના ભારતીય કોન્સ્યુલ જનરલ પણ રિસેપ્શનમાં હાજર રહ્યા હતા. તેમના સંબોધનમાં, ભારતીય રાજદ્વારીએ ભારતને સમર્થન આપવા બદલ સમુદાયના નેતાઓની પ્રશંસા કરી.