કાબુલ:અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં(Kabul Capital of Afghanistan) ગુરુદ્વારા પર ભીષણ હુમલો થયો છે. આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. ગુરુદ્વારાના પ્રમુખ(President of Gurudwara in Kabul) ગુરનામ સિંહે કહ્યું કે, શીખ ગુરુદ્વારાની આસપાસમાં ગોળીબારના અવાજો સંભળાઈ રહ્યા છે. અનેક વિસ્ફોટો પણ સંભળાયા હતા. વિસ્ફોટના કારણે આકાશમાં ધુમાડો જોવા મળી રહ્યો છે. મનજિન્દર સિરસાએ ટ્વિટર પર હુમલાનો વીડિયો પણ શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે, અફઘાનિસ્તાનના કાબુલમાં ગુરુદ્વારાનું ભયાનક દ્રશ્ય, જેમાં આજે સવારે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ગુરુદ્વારા સાહિબ સંકુલમાં(Several blasts at Gurudwara Sahib complex) અનેક વિસ્ફોટ થયા હતા.
BJP નેતા મનજિંદર સિંહ સિરસા આ પણ વાંચો:આતંકીઓએ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની કરી હત્યા, ખેતરમાંથી મળ્યો મૃતદેહ
શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરવામાં આવી હતી -ગુરુદ્વારા સાહિબમાં સૌના કલ્યાણ માટે શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આતંકવાદી સંગઠન ISISના કેટલાક હુમલાખોરો ગુરુદ્વારામાં ઘૂસી ગયા હતા અને તેમાં રહેનારાઓને મારી નાખ્યા હતા. ટ્વિટર પર એક વીડિયો જાહેર કરતા BJP નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે, હુમલા સમયે ગુરુદ્વારામાં એક ગ્રંથી સહિત 10 લોકો હાજર હતા. ગોળીબાર અને વિસ્ફોટના સતત અવાજો આવી રહ્યા છે. જો કે, ગુરુદ્વારાની અંદર કેટલા લોકો છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચો:શોપિયાંમાં આતંકીઓ દ્વારા ગ્રેનેડ હુમલો, 2 ઈજાગ્રસ્ત
3થી વધુ બ્લાસ્ટ - મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાલિબાન તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે, 3થી વધુ બ્લાસ્ટ થયા છે. અફઘાન મીડિયાના અહેવાલ મુજબ આ હુમલા દરમિયાન ઘણી ગોળીબાર અને વિસ્ફોટ થયા છે. વિસ્ફોટ કેવી રીતે થયો તે હજુ સુધી જાણી શકાયું નથી. તાલિબાને હુમલા અંગે કોઈ ટિપ્પણી કરી નથી.