ગુજરાત

gujarat

ETV Bharat / international

Earthquake Rocks Northwest Iran : ઉત્તર-પશ્ચિમ ઈરાનમાં 5.9ની તીવ્રતાના ભૂકંપમાં સાતના મોત, 400થી વધુ ઈજાગ્રસ્ત - ભૂકંપમાં 400થી વધુ ઈજાગ્રસ્ત

યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ અહેવાલ આપ્યો છે કે, શનિવારે ઈરાનના ખોય શહેરમાં રિક્ટર સ્કેલ પર 5.9ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake Rocks Northwest Iran) આવ્યો હતો. ટીઆરટી વર્લ્ડ અનુસાર ભૂકંપમાં સાત લોકોના મોત (7 People Died In Earthquake) થયા છે અને 400થી વધુ લોકો ઈજાગ્રસ્ત (More Than 400 People Injured) થયા છે.

Earthquake Rocks Northwest Iran : ઉત્તર-પશ્ચિમ ઈરાનમાં 5.9ની તીવ્રતાના ભૂકંપમાં સાતના મોત, 400થી વધુ ઈજાગ્રસ્ત
Earthquake Rocks Northwest Iran : ઉત્તર-પશ્ચિમ ઈરાનમાં 5.9ની તીવ્રતાના ભૂકંપમાં સાતના મોત, 400થી વધુ ઈજાગ્રસ્ત

By

Published : Jan 29, 2023, 4:35 PM IST

તેહરાન : ઉત્તર-પશ્ચિમ ઈરાનના ખોય શહેરમાં 5.9ની તીવ્રતાના ભૂકંપના કારણે સાત લોકોના મોત થયા છે અને 400થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું હતું કે, ભૂકંપ સ્થાનિક સમય અનુસાર રાત્રે 11.44 કલાકે આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ ખોય ઈરાનથી 14 કિમી SSW 10 કિમીની ઊંડાઈએ હતું. મળતી માહિતી મુજબ ઈરાનના ઈસ્ફહાન શહેરના મિલિટરી પ્લાન્ટમાં પણ જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. ઈરાનના મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભૂકંપમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે અને લગભગ 440 લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

ઉત્તરપશ્ચિમ ઈરાનમાં ભૂકંપ :ઈજાગ્રસ્તોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ભૂકંપ પ્રભાવિત વિસ્તારની આસપાસના વિસ્તારોમાં પણ લોકો ગભરાટમાં છે. તે ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંત અને ખોય કાઉન્ટીની રાજધાની છે. ઈરાનની IRNA ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, ઉત્તર-પશ્ચિમ ઈરાનમાં પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતના ખોય શહેરમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

આ પણ વાંચો :Myanmar News: મ્યાનમારની સૈન્ય સરકારનો નવો રાજકીય પક્ષ કાયદો વિપક્ષો માટે ઉભી કરશે મુશ્કેલી

ભૂકંપમાં સાતના મોત, 400થી વધુ ઈજાગ્રસ્ત :ઈરાનના ઈમરજન્સી અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતના વિસ્તારમાં બચાવ ટીમો મોકલવામાં આવી હતી. સરકારી મીડિયા અનુસાર હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. એક કટોકટી અધિકારીએ રાજ્ય ટીવીને જણાવ્યું હતું કે, કેટલાક પ્રભાવિત વિસ્તારોમાં હિમવર્ષા, ઠંડું તાપમાન અને કેટલાક પાવર આઉટેજનો અનુભવ થઈ રહ્યો છે. મુખ્ય ભૂસ્તરશાસ્ત્રીય ફોલ્ટ લાઇન ઈરાનને પાર કરે છે, જેણે તાજેતરના વર્ષોમાં અનેક વિનાશક ધરતીકંપો સહન કર્યા છે.

આ પણ વાંચો :15TH BRICS SUMMIT: 15મી બ્રિક્સ સમિટ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં યોજાશે

ABOUT THE AUTHOR

...view details