ગુજરાત

gujarat

ETV Bharat / international

કેમિકલ ફેક્ટરીમાં થયો ભયાનક વિસ્ફોટ, 133 લોકો ઈજાગ્રસ્ત - Paramilitary Revolutionary Guard

દક્ષિણ ઈરાનમાં (Southern Iran) એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 133 લોકો ઈજાગ્રસ્ત થયા છે. દેશના એક સરકારી ટેલિવિઝને મંગળવારે આ જાણકારી આપી હતી. સમાચાર અનુસાર, રાજધાની તેહરાનથી લગભગ 770 કિલોમીટર દક્ષિણમાં સ્થિત ફાર્સ પ્રાંતના દક્ષિણી શહેર ફિરોઝાબાદમાં (Firozabad) એમોનિયમની ટાંકીમાંથી લીક થવાને કારણે સોમવારે સાંજે વિસ્ફોટ થયો હતો.

કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટમાં થતા 133 લોકો થયા ઘાયલ
કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટમાં થતા 133 લોકો થયા ઘાયલ

By

Published : Jun 14, 2022, 4:31 PM IST

તેહરાન:દક્ષિણ ઈરાનમાં (Southern Iran) એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 133 લોકો ઈજાગ્રસ્ત થયા છે. દેશના એક સરકારી ટેલિવિઝને મંગળવારે આ જાણકારી આપી હતી. સમાચાર અનુસાર, રાજધાની તેહરાનથી લગભગ 770 કિલોમીટર દક્ષિણમાં સ્થિત ફાર્સ પ્રાંતના દક્ષિણી શહેર ફિરોઝાબાદમાં (The southern city of Firozabad) એમોનિયમની ટાંકીમાંથી લીક થવાને કારણે સોમવારે સાંજે વિસ્ફોટ થયો હતો પરંતુ ફાયર ફાઈટરોએ આગને કાબુમાં લઈ લીધી છે. પ્રાંતીય આરોગ્ય વિભાગના વડા વાહિદ હોસૈનીના જણાવ્યા અનુસાર, 133 ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી 114ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચો:જાણો કયા દેશમાં નુપુર શર્માનો વિરોધ કરવામાં આવશે તો મળશે દેશનિકાલની સજા

દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કરે છે અસર: ઈજાગ્રસ્તમાં મોટાભાગના ફેક્ટરીના કામદારો હતા. વિસ્ફોટના સ્થળની નજીકનો મુખ્ય માર્ગ, જે વિસ્ફોટ પછી બંધ કરવામાં આવ્યો હતો તેને મંગળવારે સત્તાવાળાઓ દ્વારા ફરીથી ખોલવામાં આવ્યો હતો. ઈરાનમાં ઔદ્યોગિક સ્થળો પર આગ કે વિસ્ફોટની ઘટનાઓ ઘણી વખત ટેકનિકલ ખામીને કારણે થાય છે. ઈરાનમાં ઔદ્યોગિક સ્થળો પર આગ કે વિસ્ફોટની ઘટનાઓ વારંવાર બને છે, જે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અસર કરે છે. જેનું કારણ મુખ્યત્વે ટેકનિકલ ખામીને જવાબદાર ગણવામાં આવે છે.

આ પણ વાંચો:ભારતીય-અમેરિકન પ્રવાસીઓની સિદ્ધિઓ બન્ને દેશના સંબંધોને પ્રતિબિંબિત કરે છે: રાજદૂત

એક શેડને થયું હતું નુકસાન:પશ્ચિમ દ્વારા વર્ષોના આર્થિક પ્રતિબંધોએ ઈરાનના મૂળ સ્પેરપાર્ટ્સ અને નવા સાધનોની ઍક્સેસને અવરોધિત કરી દીધી છે. ઈરાનમાં સંવેદનશીલ સૈન્ય અને પરમાણુ સ્થળો પણ પાછલા વર્ષોમાં હુમલાના નિશાન બન્યા છે, જેનો આરોપ ઈરાને ઈઝરાયેલ પર મૂક્યો છે. ફેબ્રુઆરીમાં, પશ્ચિમ પ્રાંત કેમેરાનશાહમાં ઈરાનના શક્તિશાળી અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડના (Paramilitary Revolutionary Guard) આધાર પર એન્જિન ઓઈલ અને જ્વલનશીલ સામગ્રીથી ભરેલા વેરહાઉસમાં આગ ફાટી નીકળી હતી, જેમાં એક શેડને નુકસાન થયું હતું પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી.

ABOUT THE AUTHOR

...view details