ભારતના મહાવાણિજ્ય દૂતાવાસે ટિવટ કરીને કહ્યું કે, ગાંધી જયંતી પર @BurjKhalifaએ મહાત્મા ગાંધીને શાનદાર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના પ્રયત્ન માટે એમ્માર દુબઈ અને તેમની ટીમનો આભાર.
દુબઈમાં બુર્જ ખલીફા ખાતે આ રીતે અપાઈ 'મહામાનવ'ને શ્રદ્ધાંજલિ - United Arab Emirates
દુબઈઃ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી પર ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. બાપુની જયંતી પર વિશ્વની સૌથી ઉંચી બિલ્ડીંગ પર મહાત્મા ગાંધીને કંઈક અલગ અંદાજમાં શ્રદ્ધાંજલિ અપાઈ હતી.
મહાત્મા ગાંઘીની તસવીરો સિવાય બુર્જ ખલીફા ઉપર ભારતમાં રાષ્ટ્રધ્વજની પ્રતિકૃતિઓ જોવા મળી હતી. રોશનીથી સુશોભિત બુર્જ ખલીફાનો નજારો આકર્ષક અને આહ્લાદક લાગતો હતો. આ દ્રશ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું.
ભારતના મહાવાણિજ્ય દૂતાવાસે કહ્યું કે, મહાત્મા ગાંધીની 150મી જયંતી ઉપલક્ષ્યમાં ભારતીય સ્કૂલ દુબઈની ભાગીદારીથી ભારતના મહાવાણિજ્ય દૂતાવાસ. દુબઈના અંતર વિદ્યાલય ખાતે ડિબેટનું આયોજન કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ આજના સમયમાં દુનિયામાં ગાંધીદર્શનની પ્રાસંગિકતા પર ચર્ચા કરી હતી. આ ઉત્કૃષ્ટ પ્રતિભાઓની જોવી આશ્ચર્યકારક હતું.