- અફઘાનિસ્તાનની સ્થિતિ સુરક્ષા પરિષદના બધા સદસ્યો માટે ઉંડી ચિંતાનો વિષય છે
- સુરક્ષા પરિષદ અફઘાનિસ્તાનના સંદર્ભમાં ખૂબ જ જલ્દી આ પાસા પર વિચાર કરશે
- અફઘાનિસ્તાનમાં સત્તા પર આવતી કોઈપણ સરકારને લોકોની નજરમાં કાયદેસરની સરકાર તરીકે જોવી જોઈએ
સંયુક્ત રાષ્ટ્ર: વર્ષ 2021-22ના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સદસ્ય ભારતે ઓગસ્ટ મહિના માટે સંયુક્ત રાષ્ટ્રના શક્તિશાળી સંસ્થાનું પ્રમુખપદ સંભાળ્યું છે. તિરુમૂર્તિ(TIRUMURTI)એ સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં કહ્યું કે, અફઘાનિસ્તાન(AFGHANISTAN)ની સ્થિતિ સુરક્ષા પરિષદના બધા સદસ્યો માટે ઉંડી ચિંતાનો વિષય છે અને અમે જોયું છે કે, તાજેતરના દિવસોમાં હિંસા વધી રહી છે.
આ પણ વાંચો- અફઘાન શાંતિ પ્રક્રિયાના મુખ્ય વાર્તાકાર પહોંચ્યા ભારત , વડાપ્રધાન અને વિદેશ પ્રધાન સાથે કરશે ચર્ચા
મે-જૂન દરમિયાન અફઘાનિસ્તાનમાં જાનહાનિની સંખ્યા જાન્યુઆરી અને એપ્રિલ વચ્ચેની જાનહાનિની સંખ્યાથી વધુ છે.
સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં પત્રકારો સાથે વાત કરતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તિરુમૂર્તિ(TIRUMURTI)એ સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, મે-જૂન દરમિયાન અફઘાનિસ્તાનમાં જાનહાનિની સંખ્યા જાન્યુઆરી અને એપ્રિલ વચ્ચેની જાનહાનિની સંખ્યાથી વધુ છે.
ભારતે અફઘાનિસ્તાનમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા લાવનારી દરેક તકને ટેકો આપ્યો છે
અફઘાનિસ્તાન(AFGHANISTAN)ની સ્થિતિ અને હિંસામાં વધુ વૃદ્ધિને રોકવા માટે સુરક્ષા પરિષદ શું કરી શકે છે, આ સવાલના જવાબમાં તિરુમૂર્તિ(TIRUMURTI)એ કહ્યું કે, તેમને ઉમ્મીદ છે, સંભવત:સુરક્ષા પરિષદ અફઘાનિસ્તાનના સંદર્ભમાં ખૂબ જ જલ્દી આ પાસા પર વિચાર કરશે". તેમણે કહ્યું કે, જ્યાં સુધી ભારતનો સવાલ છે, નવી દિલ્હીએ ખૂબ જ સ્પષ્ટપણે કહ્યું છે કે, "અમે એક સ્વતંત્ર, શાંતિપૂર્ણ, લોકશાહી અને સ્થિર અફઘાનિસ્તાન જોવા માગીએ છીએ". ભારતે અફઘાનિસ્તાનમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા લાવનારી દરેક તકને ટેકો આપ્યો છે.