- કાબૂલમાં યુક્રેનનું વિમાન હાઇજેક થયું
- યુક્રેનવાસીઓને લાવવા માટે કાબુલ પહોંચેલા યુક્રેનનું વિમાન અજાણ્યા લોકોએ હાઇજેક કર્યું
- 31 યુક્રેનિયનો સહિત 83 લોકોને લઈને લશ્કરી પરિવહન વિમાન અફઘાનિસ્તાનથી કિવ પહોંચ્યું
નવી દિલ્હી: કાબુલ પ્લેન હાઇજેકના સમાચારો પર યૂક્રેને યુ-ટર્ન લીધો છે. યુક્રેને કહ્યું કે, આવું કંઈ થયું નથી. જણાવી દઈએ કે, અગાઉ યુક્રેનના નાયબ વિદેશ પ્રધાન યેવગેની યેનિને કહ્યું હતું કે, યુક્રેનવાસીઓને લાવવા માટે કાબુલ પહોંચેલું એક યુક્રેનનું વિમાન અજાણ્યા લોકોએ હાઇજેક કર્યું છે.
આ પણ વાંચો- IAF એરક્રાફ્ટ UKથી 450 ઓક્સિજન સિલિન્ડર લઈને ચેન્નઈ પહોંચ્યું
ગયા રવિવારે અમારા વિમાનને અન્ય લોકોએ હાઇજેક કર્યું હતું
તેમણે કહ્યું હતું કે, ગયા રવિવારે અમારા વિમાનને અન્ય લોકોએ હાઇજેક કર્યું હતું. મંગળવારે, વિમાન હાઇજેક કરવામાં આવ્યું હતું અને યુક્રેનિયનને એરલિફ્ટ કરવાના બદલે તે પ્રવાસીઓના એક અજાણ્યા જૂથ સાથે ઇરાન જતું રહ્યું હતું. અમારી આગામી ત્રણ એરલિફ્ટ પણ સફળ ન હતી કારણ કે, અમારા માણસો એરપોર્ટ સુધી પહોંચી શક્યા ન હતા.
યુક્રેનિયન નાગરિકને કાબુલથી કેવી રીતે પરત લાવશે તે અંગે કંઈ કહ્યું નહીં
તેમના કહેવા મુજબ, જે લોકોએ આ વિમાનને હાઇજેક કર્યું હતું તે બધા સશસ્ત્ર હતા. જો કે, નાયબ પ્રધાને વિમાનને શું થયું અથવા કિવ તેને પરત લેવાનો પ્રયત્ન કરશે કે યુક્રેનિયન નાગરિકને કાબુલથી કેવી રીતે પરત લાવશે તે અંગે કંઈ કહ્યું નહીં. આ હાઇજેક પ્લેન અથવા કિવ દ્વારા મોકલવામાં આવેલા અન્ય કોઇ વિમાનમાં લાવવામાં આવશે. યેનિન માત્ર એટલું જ રેખાંકિત કરે છે કે, વિદેશ પ્રધાન દિમિત્રી કુલેબાની આગેવાની હેઠળની સમગ્ર રાજદ્વારી સેવા સમગ્ર સપ્તાહ દરમિયાન ક્રેશ ટેસ્ટ મોડમાં કાર્યરત હતી.
લગભગ 100 યુક્રેનિયનો હજુ પણ અફઘાનિસ્તાનમાં એરલિફ્ટની આશા રાખે છે
રવિવારે, 31 યુક્રેનિયનો સહિત 83 લોકોને લઈને લશ્કરી પરિવહન વિમાન અફઘાનિસ્તાનથી કિવ પહોંચ્યું. રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું કે, 12 યુક્રેનિયન લશ્કરી કર્મચારીઓ ઘરે પરત ફર્યા છે, જ્યારે વિદેશી પત્રકારો અને મદદની વિનંતી કરતા જાહેર વ્યક્તિઓને પણ બચાવી લેવામાં આવ્યા છે. કાર્યાલયે એમ પણ કહ્યું હતું કે, લગભગ 100 યુક્રેનિયનો હજુ પણ અફઘાનિસ્તાનમાં એરલિફ્ટની આશા રાખે છે.
આ પણ વાંચો- Russia: વિમાનનો સંપર્ક ખોરવાયો, પ્લેનમાં સવાર હતા 28 લોકો
કિવે યુક્રેનિયન વિમાનને હાઇજેક કર્યું હોવાનો ઇનકાર કર્યો
બીજી બાજુ, તેહરાન ટાઇમ્સે રશિયન મીડિયા આઉટલેટ ઇન્ટરફેક્સને ટાંકીને કહ્યું કે, કિવે અફઘાનિસ્તાનમાં કોઈ પણ યુક્રેનિયન વિમાનને હાઇજેક કર્યું હોવાનો ઇનકાર કર્યો હતો.