ન્યૂઝ ડેસ્ક: રશિયા અને યુક્રેન વચ્ચે 12 દિવસ સુધી ચાલેલા યુદ્ધ (Russia Ukraine Invention)ને લઈને સમગ્ર વિશ્વમાં તણાવ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi call to Russia-Ukraine) આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી સાથે ફોન પર વાતચીત કરશે. યુદ્ધની વાત કરીએ તો, આજે 12મા દિવસે, રશિયન દળોએ યુક્રેનના મધ્ય, ઉત્તર અને દક્ષિણ ભાગોમાં સ્થિત શહેરોમાં તોપમારો તેજ કર્યો છે.
આ પણ વાંચો:રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુઃ ગુટેરેસે કહ્યું- યુક્રેનમાં યુદ્ધવિરામ સ્થાપિત કરવું જરૂરી
યુક્રેનના એક અધિકારીએ આ માહિતી આપી હતી. આ ગોળીબાર (Russia Ukraine Firing)ના કારણે ત્યાં ફસાયેલા નાગરિકોને બચાવવાનો બીજો પ્રયાસ પણ નિષ્ફળ ગયો હતો. રશિયન દળોએ યુક્રેનના મધ્ય, ઉત્તર અને દક્ષિણ ભાગોમાં સ્થિત શહેરોમાં તોપમારો વધુ તીવ્ર બનાવ્યો છે. યુક્રેનના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. આ ગોળીબારના કારણે ત્યાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવાનો બીજો પ્રયાસ પણ નિષ્ફળ ગયો હતો.
પોપ ફ્રાન્સિસે પણ પ્રતિક્રિયા વ્યક્ત કરી