- અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે અમેરિકાના વિદેશ પ્રધાને ચીન અને રશિયાના વિદેશ પ્રધાન સાથે કરી વાતચીત
- ચીને (China) તાલિબાન (Taliban) સાથે કામ કરવામાં રૂચિ બતાવી છે. જ્યારે અફઘાનિસ્તાનમાં રશિયાનો પોતાનો ઈતિહાસ રહ્યો છે
- તાલિબાન અફઘાનિસ્તાનમાં ખૂલ્લી અને સમગ્ર ઈસ્લામિક સરકારની સ્થાપનાના પોતાના વાયદાને નિભાવશે અને હિંસા વગર તેમ જ આતંકવાદના શાંતિપૂર્ણ રીતે સત્તા હસ્તાંતરણ કરશેઃ ચીન
વોશિંગ્ટનઃ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં સતત બગડતી સ્થિતિની વચ્ચે પોતાના 2 પ્રમુખ પ્રતિદ્વંધીઓ રશિયા અને ચીનનો સંપર્ક કર્યો છે. બાઈડન તંત્ર દ્વારા આ સંપર્ક એવા સમયે કરવામાં આવી રહ્યો છે. જ્યારે અમરેિકાને એ વાતનો ડર છે કે, તાલિબાનને અલગ અલગ કરવા પર મોસ્કો અને બેઈજિંગ બંનેમાંથી કોઈ એક કે બંને એક આંતરરાષ્ટ્રીય સંમતિને વિક્ષેપિત કરી શકે છે. અમેરિકી વિદેશ વિભાગે કહ્યું હતું કે, વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કને સોમવારે પોતાના ચીની અને રશિયા સમકક્ષોની સાથે અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
આ પણ વાંચોઃઅફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ પૈસાથી ભરેલા હેલિકોપ્ટર સાથે છોડ્યો હતો દેશ : મીડિયા રિપોર્ટ
રાજદ્વારીઓને એરપોર્ટ પર સ્થળાંતરિત કર્યા પછી અમેરિકી વિદેશ પ્રધાને રશિયા-ચીન સાથે કરી વાતચીત
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું હતું કે, અમેરિકા દ્વારા કાબૂલમાં પોતાના દૂતાવાસ ખાલી કરવા અને અન્ય રાજદ્વારીઓને એરપોર્ટ પર સ્થળાંતરિત કર્યાના એક દિવસ પછી બ્લિન્કને ચીની વિદેશ પ્રધાન વાંગ યી અને રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવને ફોન કર્યો હતો. જોકે, ચીને તાલિબાન સાથે કામ કરવામાં રૂચિ બતાવી છે. જ્યારે અફઘાનિસ્તાનમાં રશિયાનો પોતાનો ઈતિહાસ રહ્યો છે. ચીને આશા વ્યક્ત કરી છે કે, તાલિબાન અફઘાનિસ્તાનમાં ખૂલ્લી અને સમગ્ર ઈસ્લામિક સરકારની સ્થાપનાના પોતાના વાયદાને નિભાવશે અને હિંસા વગર તેમ જ આતંકવાદના શાંતિપૂર્ણ રીતે સત્તા હસ્તાંતરણ કરશે.
આ પણ વાંચોઃઅફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ માટે ત્યાંના નેતા જ જવાબદાર છેઃ Joe Biden
તાલિબાન અફઘાન નાગરિકોની સુરક્ષાની પૂરી જવાબદારી લેશેઃ ચીન
અફઘાનિસ્તાનની સરકાર પડ્યા પછી ચીનના વિદેશ મંત્રાલયની પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું હતું કે, તાલિબાન સત્તાને શાંતિપૂર્ણ હસ્તાંતરણના વચનને નિભાવશે. અફઘાન નાગરિકો અને વિદેશી રાજદૂતોની સુરક્ષાની પૂરી જવાબદારી લેશે. અમેરિકી સમર્થિત અફઘાન સરકાર પડ્યા પછી તાલિબાનના આતંકવાદીઓએ રવિવારે કાબૂલ પર કબજો કરી લીધો હતો અને રાષ્ટ્રપતિ અશફ ઘની દેશ છોડીને ભાગી ગયો છે. આનાથી અમેરિકા અને તેના સહયોગીઓ દ્વારા યુદ્ધગ્રસ્ત દેશમાં સુધારા લાવવા માટે 2 દાયકા સુધી કરેલા પ્રયાસ ખતમ થઈ ગયા છે.