- અમેરિકા સહિત સમગ્ર વિશ્વની નજર તાલિબાન પર છે
- અમેરિકાના વ્હાઈટ હાઉસનાં પ્રેસ સચિવ જેન સાકીએ આપ્યું નિવેદન
- તાલિબાન સરકારને માન્યતા આપવા અમેરિકાને કોઈ જલ્દી નથીઃ અમેરિકા
ન્યૂઝ ડેસ્કઃ સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કરીને હવે તાલિબાને અહીં સરકાર પણ બનાવી લીધી છે. ત્યારે અમેરિકાને અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી ઈસ્લામી સરકારને માન્યતા આપવામાં કોઈ જલ્દી નથી. તે તાલિબાન સરકારના કામકાજ પર આધારે નિર્ણય કરશે. એક રિપોર્ટ અનુસાર, વ્હાઈટ હાઉસનાં પ્રેસ સચિવ જેન સાકી (Press Secretaru Jen Psaki)એ સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે, તાલિબાન સરકારને માન્યતા આપવામાં અમને કોઈ જલ્દી નથી. આ તો તેના પર નિર્ભર કરશે કે, તાલિબાન આગળ શું પગલું લેશે. સાકીએ કહ્યું હતું કે, માન્યતા આપવાની સમય મર્યાદા પર તે કંઈ ન કહી શકે. આ વાત પર નિર્ભર કરશે કે, તાલિબાનની જમીન પર વર્તન કેવું હોય છે.
આ પણ વાંચો-રશિયન NSA નિકોલે પેત્રુશેવ NSA અજિત ડોભાલ સાથે કરી મુલાકાત, અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે કરાશે ચર્ચા
અફઘાનિસ્તાનમાં તાલિબાને મંગળવારે સરકાર બનાવી