- સંઘર્ષના લગભગ એક અઠવાડિયા પછી શાંતિ અને સલામતીની પુન:સ્થાપના માગે છે: નેતન્યાહૂ
- હવાઈ હુમલામાં ત્રણ ઇમારતો ધરાશાયી થઈ હતી
- 42 લોકોના મોત
ગાઝા: ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધી જતા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે કહ્યું હતું કે, સૈન્ય કાર્યવાહી સંપૂર્ણ તાકાતે ચાલુ છે અને તે વધુ સમય લેશે.
આ પણ વાંચો:ઇઝરાયલમાં ગુજરાતના 6 હજાર નાગરિકો મુદ્દે રાજકોટની સોનલે કહ્યું, સરકાર પર પૂરો ભરોસો
એક અઠવાડિયા પહેલા ઇઝરાયલ અને હમાસ વચ્ચેના સંઘર્ષની શરૂઆત થઈ હતી
ટેલિવિઝન પર પ્રસારિત પોતાના સંબોધનમાં નેતન્યાહૂએ કહ્યું કે, ઇઝરાયલ ઇચ્છે છે કે, હમાસને મોટી કિંમત ચૂકવે અને સંઘર્ષના લગભગ એક અઠવાડિયા પછી શાંતિ અને સલામતીની પુન:સ્થાપના માગે છે. રવિવારે ગાઝા સિટી પર ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ત્રણ ઇમારતો ધરાશાયી થઈ હતી અને ઓછામાં ઓછા 42 લોકો માર્યા ગયા હતા. એક અઠવાડિયા પહેલા ઇઝરાયલ અને હમાસ વચ્ચેના સંઘર્ષની શરૂઆત પછીથી આ સૌથી ખરાબ હુમલો હતો.
આ પણ વાંચો:ઇઝરાયલ દૂતાવાસમાં બ્લાસ્ટ