- જંગલની આગમાંથી નીકળેલા ધૂમાડાથી આખા તુર્કીનું આકાશ ઢંકાઇ ગયું હતું
- છેલ્લા 24 ક્લાકમાં હવાના કારણે આગ વધુ 40 વિસ્તારમાં ફેલાઇ ગઇ
- ભયાનક આગના કારણે અત્યારસુધી 4 લોકોની મોત થઇ ચૂકી છે
તુર્કી: દક્ષિણ ભાગમાં આવેલા જંગલમાં ભીષણ આગ લાગવાથી ભયાનક વિનાશ થયો છે. આગ હવે જંગલો તરફ આગળ વધવા લાગી છે. જંગલની આગમાંથી નીકળેલા ધૂમાડાથી આખા તુર્કીનું આકાશ ઢંકાઇ ગયું હતું. 6 પ્રાંતના 20 સ્થળો પર ફાયરફાઇટર્સ સતત આગ ઓલવવાની કોશિશ કરી રહ્યા છે. તુર્કીનું ભૂમધ્યસાગરથી સટા વિસ્તાર અને દક્ષિણી વિસ્તાર આગથી ઘણું પ્રભાવિત છે. છેલ્લા 24 ક્લાકમાં હવાના કારણે આગ વધુ 40 વિસ્તારમાં ફેલાઇ ગઇ, જેને સ્થાનિય લોકો અને પ્રશાસન મળીને ઓલવવાની કોશિશ કરી રહ્યા છે.
આ પણ વાંચો- ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગના કારણે વન સંપત્તિને નુકસાન
લોકો આગ ઓલવવાના અથવા તેને રોકવાના પ્રયાસ કરી રહ્યા છે
કૃષિ અને વન પ્રધાન બેકિર પાકડેમિરિલીએ કહ્યું કે, હાલ એ કહેવું બેવકૂફી ભર્યુ છે કે અમે આગ પર કાબૂ મેળવી લીધો છે, પરંતું અમારા લોકો અને ફાયરફાઇટર્સ સતત બહાદુરીથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. જેને જ્યાં તક મળે છે, ત્યાં આગ ઓલવવાનો અથવા તેને રોકવાના પ્રયાસ કરી રહ્યા છે. માનવઘાટની સરકારી હોસ્પિટલમાંથી ગંભીર દર્દીઓને બીજી હોસ્પિટલમાં દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે.
માનવઘાટ અને અકેસકી વિસ્તારમાં સૌથી વધુ ખતરનાક આગ ફેલાયેલી છે
અંટાલયા પ્રાંતના માનવઘાટ અને અકેસકી વિસ્તારમાં સૌથી વધુ ખતરનાક આગ ફેલાયેલી છે. આ આગની ઝપેટમાં આવવાથી 82 વર્ષિય વ્યક્તિ અને એક દંપત્તિનું મૃત્યુ થઇ ગયું છે. ગુરુવારે અંટાલયા પ્રાતથી નજીક 320 કિલોમીટર દૂર મરમરિસ વિસ્તારમાં એક 25 વર્ષનો વોલંટિયર આગની ઝપેટમાં આવી ગયો. જેમાં તેનું મૃત્યુ નિપજ્યું છે. આ વોલંટિયર ફાયર ફાઇટર્સને પોતાના ઘરમાંથી પાણી લાવીને પીવડાવી રહ્યા હતા. ત્યારે જ તેને એક મોટરસાઇકલે ટક્કર મારતા તે જંગલમાં પડી ગયો હતો.