તેહરાન: ઈરાનની મીડિયાએ જણાવ્યું કે, ઓમાનના અખાત અને ઉત્તરી હિંદ મહાસાગરમાં એક નૌસૈનિક અભ્યાસમાં ક્રૂઝ મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે. ટીવી પર મિસાઇલોને લોન્ચ અને લક્ષ્યને મારતા બતાવવામાં આવી હતી.
ઈરાને ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું - હિંદ મહાસાગર
ઈરાને ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ ઓમાનના અખાત અને હિંદ મહાસાગરમાં ઈરાની નૌકાદળ દ્વારા એક નૌકા કવાયત દરમિયાન કરવામાં આવ્યું છે. આ મિસાઇલની રેન્જ વધારી શકાય છે, પરંતુ તે અંગે કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.
ઇરાને ક્રુઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું
ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ મિસાઇલોની પહોંચ 280 કિલોમીટર સુધીની હતી. જોકે મિસાઇલે ભૂલના કારણે તેના લક્ષ્યને બદલે પાણીમાંના એક જહાજને તોડી પાડ્યું હતું. આ જહાજમાં 19 ખલાસીઓ માર્યા ગયા હતા, અને 15 ઘાયલ થયા હતા.
ઇરાન નિયમિત રૂપથી ઓમાનના અખાતમાં અભ્યાસ કરે છે. જે ફારસની ખાડીના હોરમુઝની નજીક છે. અહીંયાથી વિશ્વની જરૂરિયાતના 20 ટકા તેલનો વેપાર થાય છે.