ગુજરાત

gujarat

ETV Bharat / international

દક્ષિણ ઈરાકમાં સરકાર વિરોધી પ્રદર્શન હિંસક બન્યુઃ 6ના મોત, 158 ઈજાગ્રસ્ત

ઈરાકઃ દક્ષિણ પ્રાંતોમાં છેલ્લા એક મહિનાથી ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થા સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યુ છે. આ આંદોલને હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે.  રવિવારે દેશના દક્ષિણ વિસ્તારોમાં સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે લોહીયાણ અથડામણ થઈ હતી. જેમાં 6 પ્રદર્શનકારીના મોત તેમજ 158 સુરક્ષાકર્મી અને પ્રદર્શનકારીને ગંભીર ઈજા પહોંચી હતી.

By

Published : Nov 25, 2019, 8:08 AM IST

દક્ષિણી ઈરાકમાં સરકાર વિરોધી પ્રદર્શન

એક ખાનગી ન્યૂઝ એન્જસીના અહેવાલ અનુસાર, ઈરાકના દક્ષિણ વિસ્તારમાં આવેલાં બસરા અને કાર પ્રાંતમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં 3 પ્રદર્શનકારીઓના મોત થયા હતા. જ્યારે 87 પ્રદર્શકારી સહિત સુરક્ષાકર્મીઓને ગંભીર ઈજા પહોંચી હતી.

કાર પ્રાંતની રાજધાની નસરિયાહ શહેરમાં પણ 3 પ્રદર્શનકારીઓના મોત થયાં હતા અને 71 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. આ ઘટનાને પગલે બસરા પ્રાંતમાંથી 6 અને કાર પ્રાંતમાંથી 5 પ્રદર્શનકારીની ધરપકડ કરવામાં આવી હતી.

આમ, છેલ્લા એક મહિના ચાલી રહેલો વિરોધ દિવસને દિવસે હિંસક બની રહ્યો છે. હજારો લોકો રસ્તા પર ઉતરી રહ્યાં છે. ત્યારે તંત્ર આ અંગે મૌન સેવી રહ્યું છે. જેથી આ વિરોધ શાંત પડવાના બદલે વધું હિંસક બની રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details