તુર્કી લશ્કરના એક અધિકારીને જણાવ્યું હતું કે, રશમિયા ઉપરાંત એના પતિ અને એની પુત્રવધૂની પણ ધરપકડ કરાઇ હતી. અત્યારે તેની પૂછપરછ ચાલુ છે. આ અધિકારીએ કહ્યું કે રશમિયા પાસેથી ISIS ની કામકાજની અને અન્ય વિગતો અમને મળવાની આશા છે.
તુર્કીના અધિકારીઓએ બગદાદીની બહેન કરી ધરપકડ - ઉત્તરી સીરિયા
અંકારા: ઉત્તરી સીરિયામાં તુર્કીના અધિકારીઓએ બગદાદીની મોટી બહેનની ધરપકડ કરી છે. બગદાદીની મોટી બહેન ઉપરાંત તેના પરિવારના અન્ય સભ્યોની પણ ધરપકડ કરી છે. અમેરિકાએ ISIS ના વડા અબુ બક્ર અલ બગદાદીને ખતમ કર્યા બાદ હવે બગદાદીના કુટુંબીજનોનો વારો કાઢ્યો હોય એવું લાગે છે. સિરિયામાં એક કન્ટેનરમાં છૂપાયેલી બગદાદીની બહેન રશમિયા અવદને એક કાર્યવાહી કરીને ઝડપી લીધી હતી.
file photo
અમેરિકી લશ્કરને જોઇને એ બાળકો સાથે સુરંગમાં દોડતો થયો હતો. અમેરિકી લશ્કરે થોડીવાર તેને દોડાવ્યો હતો. ત્યારબાદ લશ્કરે તેને ઘેરી લીધો હતો.