ગુજરાત

gujarat

ETV Bharat / international

રશિયાએ સ્પૂટનિક અને એસ્ટ્રોજેનેકાના મિશ્રણ વાળી રસીના પરીક્ષણને આપી મંજૂરી - બે રસીનું મિશ્રણ

રશિયાએ એટ્રોજેનેકાની કોરોનાની રસી અને તેમના દેશની રસી સ્પૂતનિક વીના મિશ્રણના પરિક્ષણને મંજૂરી આપી છે.

રશિયાએ સ્પૂટનિક અને એસ્ટ્રોજેનેકાના મિશ્રણ વાળી રસીના પરીક્ષણને આપી મંજૂરી
રશિયાએ સ્પૂટનિક અને એસ્ટ્રોજેનેકાના મિશ્રણ વાળી રસીના પરીક્ષણને આપી મંજૂરી

By

Published : Jul 28, 2021, 6:05 PM IST

  • સ્પૂટનિક અને એસ્ટ્રોજેનેકા રસીનું કરાશે મિશ્રણ
  • રશિયન સ્વાસ્થ્ય વિભાગે આપી મંજૂરી
  • 150 લોકો પર કરાશે પ્રયોગ

મોસ્કો: રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ એસ્ટ્રોજેનિકાના કોરોનાની રસીને રશિયામાં વિકસિત થયેલી સ્પૂતનિક વી સાથે મિશ્રિત કરવાની મંજૂરી આપી છે. આ પરીક્ષણ અંગે દેશની રજીસ્ટ્રી અંગે માહિતગાર કરવામાં આવ્યા છે.

150 લોકો પર થશે પરિક્ષણ

26 જુલાઇથી શરૂ થતું આ અધ્યયન આવતા વર્ષના માર્ચ મહિનાના અંત સુધી ચાલશે. જેના માટે 150 લોકો પર પ્રયોગ કરવામાં આવશે. આ દરમ્યાન બન્ને રસીના મિશ્રણથી સુરક્ષા અને અસર પર અધ્યયન કરવામાં આવશે મોસ્કો અને સેન્ટ પીટરબર્ગમાં પાંચ સ્વાસ્થ્ય કેન્દ્રોમાં આ અધ્યયન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details