અંકારાઃ પૂર્વ તુર્કીમાં શોકનો માહોલ સર્જાયો છે. શુક્રવાર મોડી રાત્રે ભૂકંપ થતાં 18 લોકોના મોત થયા છે, ત્યારે ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સીએ સૌને સતર્ક રહેવાની ચેતવણી આપી છે.
આ અંગે વાત કરતાં તુર્કીના ગૃહપ્રધાન સુલેમાન સોયલૂએ જણાવ્યું છે હતું કે, "ભૂકંપનું કેન્દ્ર પૂર્વ તુર્કીમાં સ્થિત એલાજિગ પ્રાંતમાં સિવરિસ વિસ્તાર હતું. જેથી ત્યાં મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે."
સ્થાનિકોના જણાવ્યાં અનુસાર, "ભૂકંપના આચંકા એટલી તીવ્રતાથી આવતાં હતા કે, ઘર પણ હલવા લાગ્યા હતાં. અમે બધા ડરી ગયાં અને ઘરની બહાર ભાગવા લાગ્યાં, ત્યાં તો એક પછી એક ઈમારતો ધારાશાયી થવા લાગ્યા હતાં."
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રેસેપ નઈપ એર્દોગને કહ્યું હતું કે, "ભૂકંપની પ્રભાવિત લોકોને સહાયતા કરવામાં સરકાર પાછી પાની કરશે નહીં. વહેલી તકે આ અંગે પગલાં લેવામાં આવશે અને જરૂરિયાતમંદોને મદદ પહોંચડવામાં આવશે. તેઓને કોઈ ચિંતા કરવાની જરૂર નથી."