- ડોમિનિકન રિપબ્લિકમાં એક નાનું વિમાન ટેકઓફ કર્યા પછી ક્રેશ થયું
- ગલ્ફસ્ટ્રીમ' પ્લેનમાં બે ક્રૂ મેમ્બર અને સાત મુસાફરો સવાર હતા
- સંગીતકાર જોસ એનજેલ હર્નાન્ડીઝનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું
સેન્ટો ડોમિંગો: ડોમિનિકન રિપબ્લિકમાં બુધવારે એક નાનું વિમાન ટેકઓફ કર્યા પછી થોડી મિનિટોમાં ક્રેશ(Plane crashes in Dominican Republic) થયું, જેમાં સવાર તમામ નવ લોકોના (Nine dead in Dominican Republic plane crash) મૃત્યું થયા. પ્યુર્ટો રિકનના સંગીતકાર જોસ એનજેલ હર્નાન્ડીઝનું પણ(Songwriter Jose Angel Hernandez dies in an accident )અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
હેલિડોસા એવિએશન ગ્રુપ'એ ટ્વિટ કર્યું
એરલાઇન 'હેલિડોસા એવિએશન ગ્રુપ'એ ટ્વિટ કર્યું કે 'ગલ્ફસ્ટ્રીમ' પ્લેનમાં બે ક્રૂ મેમ્બર અને સાત મુસાફરો સવાર (Nine people killed, including musician Hernandez )હતા.
અકસ્માત થયો તે અંગે કંપનીએ કોઈ માહિતી આપી નથી
કંપનીએ જણાવ્યું હતું કે વિમાને અલ હિગ્યુરો(Plane Crash) એરપોર્ટથી મિયામી માટે ઉડાન ભરી હતી, પરંતુ ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોના લાસ(airline 'Halidosa Aviation ) અમેરિકા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરતી વખતે થોડી મિનિટો પછી ક્રેશ થયું હતું.પાયલોટે થોડીવાર પછી પ્લેનને લેન્ડ કરવાનો નિર્ણય શા માટે લીધો અથવા કયા કારણે અકસ્માત થયો તે અંગે કંપનીએ કોઈ માહિતી આપી નથી.
દુર્ઘટના બાદ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું
દુર્ઘટના બાદ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું અને ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.પ્યુર્ટો રિકનના સંગીતકાર જોસ એનજેલ હર્નાન્ડેઝ (38)એ પણ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.હર્નાન્ડીઝે 'તે બોટે' જેવા કેટલાય લેટિન ગીતોની રચના કરી. આ સિવાય તેણે 'લા ઝિપેટા', 'વો રિમિક્સ' જેવા ગીતો પણ કંપોઝ કર્યા છે.હેલિડોસા એવિએશન ગ્રૂપે અહેવાલ આપ્યો હતો કે હર્નાન્ડીઝ તેના છ સંબંધીઓ અને સાથીદારો સાથે વિમાનમાં મુસાફરી કરી રહ્યો હતો.
આ પણ વાંચોઃયુએસ સંસદે દેવાની મર્યાદા વધારીને $2.5 ટ્રિલિયન કરવાની મંજૂરી આપી
આ પણ વાંચોઃOil tanker explosion in Haiti: હેતીમાં તેલ ટેન્કરમાં વિસ્ફોટ, મૃત્યુ આંક 75