ગુજરાત

gujarat

ETV Bharat / international

NRFના નેતા અહમદ મસુદે તાલિબાનીઓને શાંતિ રાખવા અપીલ કરી

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ પંજશીરમાં યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે આ તમામની વચ્ચે અહમદ મસુદે તાલિબાનને શાંતિની રજૂઆત કરી છે. અહમદ મસુદે કહ્યું હતું કે, પંજશીર અને અંદ્રાબથી તાલિબાન પોતાના તાલિબાનીઓને પરત બોલાવી લે.

NRFના નેતા અહમદ મસુદે તાલિબાનીઓને શાંતિ રાખવા અપીલ કરી
NRFના નેતા અહમદ મસુદે તાલિબાનીઓને શાંતિ રાખવા અપીલ કરી

By

Published : Sep 6, 2021, 8:33 AM IST

  • અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ પંજશીરમાં યુદ્ધ ચાલી રહ્યું છે
  • આ તમામની વચ્ચે અહમદ મસુદે તાલિબાનને શાંતિની રજૂઆત કરી
  • અહમદ મસુદે પંજશીર અને અંદ્રાબથી તાલિબાનીઓને પરત બોલાવવા કહ્યું

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન પર તાલિબાની કબજા પછી પંજશીરમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અહમદ મસુદે તાલિબાનને શાંતિની રજૂઆત કરી છે. અહમદ મસુદે કહ્યું હતું કે, પંજશીર અને અંદ્રાબથી તાલિબાનીઓને પરત બોલાવી લો. મસુદે વધુમાં કહ્યું હતું કે, આ વિવાદને શાંતિથી નિવારી શકાય છે. આપને જણાવી દઈએ કે, પંજશીરમાં NRF અને તાલિબાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અહમદ મસુદ પજશીરમાં NRFનો નેતા છે.

આ પણ વાંચો-ઇરાનના રાષ્ટ્રપતિએ અફઘાનિસ્તાનમાં ચૂંટણી યોજવાની કરી માંગ

સ્થાનિક લોકો જીવ બચાવવા હાથપગ મારી રહ્યા છે

અહીં અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની છે. ત્યારે તાલિબાનીઓ અવારનવાર ફાયરિંગ કરીને લોકોના જીવ લઈ રહ્યા છે, જેના કારણે ત્યાંના સ્થાનિક લોકો જીવ બચાવવા હાથપગ મારી રહ્યા છે. આ તમામની વચ્ચે તાલિબાને ફરી એક વાર પંજશીર પર કબજો કર્યાનો દાવો કર્યો છે, પરંતુ આ દાવાથી વિરોધી દળોએ ઈનકાર કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાલિબાને પંજશીરમાં ચાલી રહેલા સંઘર્ષ પછી બંધ, પારેન, ખિંજ અને અબશર સહિત અનેક જિલ્લામાં પોતાનો કબજો કર્યાનો દાવો કર્યો છે. જોકે, તાલિબાનના વિરોધી દળે આ દાવાને ફગાવી દેતા કહ્યું હતું કે, આ લડાઈ દરમિયાન તાલિબાનીઓને પાછળ હટવા માટે મજબૂર કરાયા છે.

આ પણ વાંચો-તાલિબાનના સહ સ્થાપક અબ્દુલ ગની બરાદર ઉર્ફે મુલ્લા ઘાયલ

તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ નઈમે ટ્વિટ કર્યું હતું

તો આ તરફ ટોલો સમાચાર અનુસાર, તાલિબનના મુલ્લા બરાદરે રવિવારે કાબુલમાં વિદેશ મંત્રાલયમાં માનવીય મામલાઓ માટે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ માર્ટિન ગ્રિફિથ્સ સાથે મુલાકાત કરી હતી, જ્યાં ગ્રિફિથ્સે કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર અફઘાનિસ્તાનની સાથે પોતાનું સમર્થન અને સહયોગ ચાલુ રાખશે. તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ નઈમે ટ્વિટ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details