ગુજરાત

gujarat

ETV Bharat / international

ઇઝરાયેલ ચૂંટણીઃ એક્ઝિટ પોલના તારણોમાં નેતન્યાહૂની વાપસીના સંકેત - નેતન્યાહૂ

ઇઝરાયેલ થયેલી ચૂંટણીમાં વડાપ્રધાન નેતન્યાહૂએ જીતનો દાવો કર્યો છે, જ્યારે એક્ઝિટ પોલના તારણોમાં પણ નેતન્યાહૂની વાપસીના સંકેત મળી રહ્યાં છે.

ઇઝરાયલ ચુંટણીમાં નેતન્યાહૂએ કર્યો જીતનો દાવો
ઇઝરાયલ ચુંટણીમાં નેતન્યાહૂએ કર્યો જીતનો દાવો

By

Published : Mar 3, 2020, 10:20 AM IST

જેરૂસલેમઃ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ચૂંટણીમાં જીતવાનો દાવો કર્યો છે. મહત્વનું છે કે, ઇઝરાયેલમાં ચૂંટણી યોજાઈ હતી. જાહેર થયેલા એક્ઝિટ પોલના તારણોમાં દાવો કરવામાં આવ્યો છેે કે, ચૂંટણીમાં દક્ષિણપંથી લિકુદ પાર્ટી પોતાના વિરોધી મધ્યામાર્ગી બ્લૂ એન્ડ વ્હાઇટ પાર્ટીથી ઘણી આગળ ચાલી રહી છે.

નેતન્યાહૂ પર ભ્રષ્ટાચારના ઘણા આરોપો લાગ્યા છે, પણ ચૂંટણીના એક્ઝિટ પોલમાં પ્રમાણે તેમને મળનાર સમર્થન કાયમ છે. નેતન્યાહૂએ ટ્વીટ કર્યું કે, પરિણામ ઇઝરાયેલ માટે એક મોટી જીત છે. વિવિધ ટેલીવિઝને કરેલા એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે, લિકુદ અને તેમના સહયોગીઓને 60 સીટ મળી શકે છે.

ABOUT THE AUTHOR

...view details