- હિબ્તુલ્લાહ અખુંદજાદાએ મુલ્લા મહોમ્મદ હસન અખુંદના નામનો પ્રસ્તાવ મુક્યો
- તાલિબાનના સંસ્થાપક મુલ્લલા ઉમરનો દીકરો મુલ્લા યાકૂબ રક્ષા પ્રધાન બની શકે છે
- રશિયાના ક્ષેત્રો અને કાશ્મીરમાં અફઘાનિસ્તાનની ધરતી પરથી આક્વાદ ફેલાવવાનો ખતરો
ન્યૂઝ ડેસ્ક: કાબુલના મિડિયા રિપોર્ટસ પ્રમાણે, હિબ્તુલ્લાહ અખુંદજાદાએ મુલ્લા મહોમ્મદ હસન અખુંદના નામનો પ્રસ્તાવ મુક્યો છે. હસન અખુંદે રઈસ-એ-જમ્હૂર કે રઈસ ઉલ વઝારાનું પદ મળી શકે છે. મુલ્લા બરાદર અને મુલ્લા અબ્દુસ સલામ તેમના ડેપ્યુટી તરીકે કામ કરશે. મોહમ્મદ હસન અખુંદ 20 વર્ષથી તાલિબાનના રહબરી શુરાના પ્રમુખ છે. સૂત્રો પ્રમાણે, હક્કાની નેટવર્કના સિરાજુદ્દીન હક્કાની ગૃહપ્રધાન બની શકે છે. જ્યારે તાલિબાનના સંસ્થાપક મુલ્લલા ઉમરનો દીકરો મુલ્લા યાકૂબ રક્ષા પ્રધાન બની શકે છે. અત્યારે તાલિબાનના તમામ મોટા નિર્ણય લેનારા નિકાય રહબારી શૂરાના પ્રમુખ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, તાલિબાનના એક નેતાએ કહ્યું કે, તેમણે 20 વર્ષ સુધી રહબારી શૂરાના પ્રમુખ તરીકે કામ કર્યું છે અને પોતે મોટી પ્રસિદ્ધિ પણ મેલી છે. તેઓ સૈન્ય પૃષ્ઠભૂમિના બદલે ધાર્મિક નેતા અને પોતાના ચારિત્ર્ય અને ભક્તિ માટે જાણીતા છે.
આ પણ વાંચો:અફઘાનિસ્તાનમાં કાયમ રહેતી અશાંતિનું મહાભારતમાં છે કારણ, જાણો શું હતો ગાંધારીનો શ્રાપ
તાલિબાનોએ પંજ શીરનું યુદ્ધ જીતીને સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કર્યો
તાલિબાનોએ પંજ શીરનું યુદ્ધ જીતીને સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો જમાવવાનો દાવો કર્યો હતો . એવું કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાનોએ પાકિસ્તાનની મદદથી આ યુદ્ધ જીતી લીધું છે . મીડિયા અહેવાલો મુજબ પાકિસ્તાનના સૈનિકો તાલિબાન સાથે મળીને , પંજ શીરમાં રેઝિસ્ટન્સ ફોર્સ સામે લડાઈ લડી છે. પંજશીરમાં તાલિબાનનાં ઠેકાણાં પર ઉમેલીની સમાચાર, અશાન સૈન્ય વિમાનોએ ફેંક્યો બોમ્બ તાલિબાન ભલે પંજર પર જીતનો દાવો કરી રહ્યા હોય પરંતુ ત્યાં હજી લડાઈ ચાલુ હોવાના સમાચાર છે.