- વિશ્વમાં વધી રહેલી મોંઘવારીની અસર હવે દેખાઈ રહી
- પેરિસ હવે વિશ્વનું સૌથી મોંઘું શહેર નથી રહ્યું
- ઇઝરાયેલનું શહેર તેલ અવીવ અત્યારે સૌથી મોંઘા શહેર તરીકે સ્થાન
હૈદરાબાદઃવિશ્વમાં વધી રહેલી મોંઘવારીની અસર હવે દેખાઈ રહી છે. લોકડાઉન ખતમ થયા બાદ સમગ્ર વિશ્વમાં સપ્લાય ચેઈનની સમસ્યા ઉભી થઈ છે. ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટે (Economist Intelligence Unit )વિશ્વના 173 દેશોમાં એક સર્વે કર્યો હતો. આ દરમિયાન 173 શહેરોમાં 200 થી વધુ ઉત્પાદનો અને સેવાઓની કિંમતોની સરખામણી કરવામાં આવી હતી.
જીવન જીવવું પહેલા કરતા વધુ મોંઘુ થઈ ગયું
સર્વેમાં એ વાત સામે આવી છે કે કોરોના વાયરસના(Corona virus ) કારણે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે લોકોના જીવન ખર્ચમાં વધારો થયો છે. યુરોપ અને એશિયાના દેશોમાં પેટ્રોલ ગત વર્ષની સરખામણીએ 21 ટકા મોંઘુ થયું છે. જેની અસર નાના-મોટા તમામ શહેરોમાં રહેતા લોકો પર પડી છે. સર્વે બાદ ધ ઈકોનોમિસ્ટે એવા શહેરોને રેન્કિંગ આપ્યું છે જ્યાં જીવન જીવવું પહેલા કરતા વધુ મોંઘુ થઈ ગયું છે.
વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ સર્વે
વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ (Worldwide Cost of Living )સર્વે અનુસાર, પેરિસ હવે વિશ્વનું સૌથી મોંઘું શહેર નથી રહ્યું. ઇઝરાયેલનું શહેર તેલ અવીવ(Tel Aviv) અત્યારે સૌથી મોંઘા શહેર તરીકે(Tel Aviv became the most expensive city in the world ) સ્થાન પામ્યું છે. તેલ અવીવ ઇઝરાયલી ચલણ શેકેલની ( Israeli currency is the shekel)મજબૂતાઈ, કરિયાણા અને પરિવહનના ભાવમાં વધારો થવાને કારણે રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયું છે. અગાઉ તે ચોથા સ્થાને હતો. બીજા સ્થાને પેરિસ અને સિંગાપોર છે. તેલની કિંમતોમાં વધારાને કારણે આ બંને શહેરોના રહેવાસીઓ પણ પહેલા કરતા વધુ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે.