બેરુત : લેબનોનની રાજધાની બેરૂતમાં મંગળવારે થયેલા ભીષણ વિસ્ફોટમાં અંદાજે 135 લોકોનાં મોત થયા હતા.આ વિસ્ફોટથી અનેક ઇમારતોને નુકસાન પહોંચ્યું હતું. બેરુતના બંદરગાહના 16 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.
સૈન્ય અદાલતના ન્યાયાધીશના કમિશ્નર ફદી અકીકીનું કહેવું છે કે, અત્યાર સુધીમાં 18 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. આ બધા જ લોકો બંદરગાહ અને કસ્ટમ ઓફિસર અને કર્મચારીઓ છે. અકીકીના જણાવ્યા અનુસાર વિસફોટ બાદ તરત જ તપાસ શરુ કરાઈ હતી અને શંકાસ્પદ લોકોની પુછપરછ કરાઈ હતી.
આ બેરુત વિસ્ફોટમાં 5 ભારતીયો પણ ઝપેટમાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જાણકારી આપતા કહ્યું કે, ભારતે લેબનોનની સરકાર પાસેથી વિસ્ફોટના કારણ થયેલા નુકસાન વિશે જાણકારીની માંગ કરી છે. જેના આધાર પર દેશ તેને સહાયતા પૂરી પાડશે. શ્રી વાસ્તવે કહ્યું કે, અમારા દૂતાવાસે એક ટ્વિટ કર્યું છે. જે અનુસાર ભારતીય સમુદાયના કોઈ પણ વ્યકતિના મોતના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ 5 ભારતીય ઘાયલ થયા છે.
લેબનોનની રાજધાની બેરુતમાં થયેલા વિસ્ફોટથી શહેરના બંદરગાહ સહિત અનેક ઈમારતોને ભારે નુકસાન થયું છે. જેમાં 135થી વધુ લોકોના મોત થયા છે અને અંદાજે3,000 લોકો ઘાયલ થયા છે.