ગુજરાત

gujarat

ETV Bharat / international

ઈઝરાયલના તેલ અવીવમાં વડાપ્રધાન નેતન્યાહૂ સામે વિરોધ પ્રદર્શન - Tel Aviv's Rabin Square

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામે હજારો ઇઝરાઇલીઓએ તેલ અવીવમાં વિરોધ દર્શાવ્યો હતો. વિરોધીઓએ કોરોનો વાઇરસની મહામારી દરમિયાન જે આર્થિક સંકટ સર્જાયું તે વડાપ્રધાનની નિષ્ફળતા ગણાવ્યું છે.

વડા પ્રધાન નેતન્યાહૂ સામે વિરોધ
વડા પ્રધાન નેતન્યાહૂ સામે વિરોધ

By

Published : Jul 12, 2020, 6:58 PM IST

યેરુશેલમ: ઈઝરાઇલની રાજધાની તેલ અવીવમાં હજારો ઇઝરાયીલી લોકોએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામે વિરોધ દર્શાવ્યો હતો. વિરોધીઓએ કોરોનો વાઇરસ રોગચાળા દરમિયાન સર્જાયેલા આર્થિક સંકટને વડા પ્રધાનની નિષ્ફળતા ગણાવી છે.

ઇઝરાયલમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી આર્થિક તણાવ વધુ તીવ્ર બન્યો છે. ઘણા ઇઝરાયીલીઓનું માનવું છે કે સરકારે કોરોનાને કારણે લાગુ કરેલા લોકડાઉનમાં કંઇ કર્યું નથી, જેના કારણે તેઓએ તેમની નોકરી ગુમાવી દીધી હતી.

ઇઝરાયલમાં બેરોજગારી 20 ટકાથી વધી ગઈ છે. મધ્ય તેલ અવીવમાં રોબિન સ્ક્વેર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જેમાં બેરોજગાર, ઉદ્યમીઓ અને વ્યવસાયિક માલિકોએ ભાગ લીધો હતો. પ્રદર્શનકારીઓએ માસ્ક પહેર્યા હતા પરતું સોશિયલ ડિસ્ટેન્સનું પાલન કર્યું નહતું.

ABOUT THE AUTHOR

...view details