ઈઝરાયલઃ હજારો લોકોએ વિવિધ વિસ્તારોમાં વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી દેશમાં આ પ્રકારના પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. કારણ કે, દેશમાં કોરોનાના કેસ સતત વઘી રહ્યાં છે. જેની સામે સરકાર દ્વારા સંતોષકારક પગલાં લેવાઈ રહ્યાં નથી.
ઉલ્લેખનીય છે કે, પોલીસે ગત અઠવાડિયે યરુશલમમાં પ્રદર્શનકારિયોને હટાવવા માટે પાણીમારો ચલાવ્યો હતો. મે મહિનામાં દેશની અર્થવ્યવસ્થાએ ગતિશીલતા ગુમાવી હતી અને ત્યારબાદથી જ દેશમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એક દિવસમાં 2000 સુધીના નવા કેસ નોંધાઈ રહ્યાં છે. જેના પગલે દેશમાં અર્થવ્યવ્થા દિવસેને દિવસે ખાડે જઈ રહી છે. તો બીજી તરફ બેરોજગારી દર પણ 20 ટકાએ પહોંચ્યો છે.